National film award: નેશનલ એવોર્ડ જીતનાર નું ખુલી જાય છે નસીબ, જાણો બે કેટેગરી માં વહેંચાયેલા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ને ખિતાબ સાથે કેટલી ઈનામી રકમ મળે છે

national film award winners get this much amount price money

News Continuous Bureau | Mumbai

National film award: ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેક કલાકારનું સપનું હોય છે કે તેઓ નેશનલ ફિલ્મ એવોર્ડની વિજેતા ની યાદીમાં સામેલ થાય.ગઈકાલે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બોલિવૂડ થી લઈને સાઉથ ના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.તમને જણાવી દઈએ કે,ઓગસ્ટ મહિનામાં જ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો ની વિજેતા યાદી જાહેર કરવામાં આવી હતી. આવો આ લેખ માં  તમને જણાવીએ કે આ એવોર્ડ સમારોહમાં વિજેતાઓને શું મળે છે અને તેમની ઈનામની રકમ કેટલી છે.

 

નેશનલ એવોર્ડ માં વિજેતા ને મળતા ઇનામ 

નેશનલ એવૉર્ડ વિજેતાઓને બે કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તદનુસાર, તેઓને ઈનામની રકમ અને ખિતાબ આપવામાં આવે છે. આ બે શ્રેણીઓ છે – ગોલ્ડન લોટસ અને સિલ્વર લોટસ. ગોલ્ડન લોટસ વિજેતાને વધુ ઈનામની રકમ મળે છે, જ્યારે સિલ્વર લોટસ વિજેતાને ઓછી રકમ મળે છે. જાણો કોને કેટલી રોકડ પ્રાઈઝ મની મળે છે.

 

ગોલ્ડન લોટસ ની કેટેગરી (સુવર્ણ કમલ)

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – રૂ. 2.5 લાખ

ઈન્દિરા ગાંધી એવોર્ડ – 1 લાખ 25 હજાર રૂપિયા

શ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મ- રૂ. 1.5 લાખ

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર – 10 લાખ રૂપિયા

દાદાસાહેબ ફાળકે પુરસ્કારના વિજેતાને ઈનામની રકમ સાથે પ્રશસ્તિપત્ર અને શાલ આપવામાં આવે છે. 

 

સિલ્વર લોટ્સ કેટેગરી (રજત કમલ)

નરગીસ દત્ત એવોર્ડ – રૂ. 1.5 લાખ

સામાજિક મુદ્દાઓ પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મ – રૂ. 1.5 લાખ

શ્રેષ્ઠ આસામી ફિલ્મ – રૂ. 1.5 લાખ

શ્રેષ્ઠ ફિલ્મ- રૂ. 1 લાખ

શ્રેષ્ઠ અભિનેતા- 50 હજાર રૂપિયા

શ્રેષ્ઠ અભિનેત્રી- 50 હજાર રૂપિયા

નોન ફીચર ફિલ્મ- 50 હજારથી 75 હજાર રૂપિયા

આ સમાચાર પણ વાંચો: Jaya bachcan: હેમા માલિની ના જન્મદિવસ ની પાર્ટી માં પહોંચેલી જયા બચ્ચને પાપારાઝી કંઈક એવું કહ્યું કે થઇ ગઈ ટ્રોલ, જુઓ વિડીયો

 

તમને જણાવી દઈએ કે,રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓને દેશના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે.