News Continuous Bureau | Mumbai
National film award: બોલિવૂડ ની પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન માટે દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ‘ગાઈડ’, ‘પ્યાસા’, ‘સાહબ બીબી ઔર ગુલામ’, ‘દિલ્હી-6’, અને બીજી ઘણી ફિલ્મો માટે જાણીતી, અભિનેત્રીએ અસંખ્ય યાદગાર પાત્રો ભજવ્યા છે અને તેની કારકિર્દી લગભગ સાત દાયકાઓ સુધી ચાલે છે. દિલ્હી માં આયોજિત 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર હતા. આ એવોર્ડ લેતી વખતે વહીદા રહેમાન ભાવુક થઇ ગઈ હતી
વહીદા રહેમાન ને મળ્યો દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
નેશનલ એવોર્ડ દરમિયાન ઉપસ્થિત રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોએ ઉભા થઈને અભિનેત્રી વહીદા રેમન નું અભિવાદન કર્યું હતું. ઓડિટોરિયમમાં વહીદા રહેમાન નો એક વીડિયો ચલાવવામાં આવ્યો હતો, જેમાં તેની ફિલ્મોની ઝલક બતાવવામાં આવી હતી. આ દરમ્યાન વહીદા રહેમાને કહ્યું હતું કે, ‘મારા પિતા આઈએએસ ઓફિસર હતા અને વ્યાપક વિચાર ધરાવતા હતા. બાળપણમાં મેં ડૉક્ટર બનવાનું સપનું જોયું હતું, પણ પછી મેં ડાન્સિંગનો શોખ કેળવ્યો. મારા માતાપિતાએ મને રોકી નહીં. ડાન્સ શીખ્યા પછી હું ફિલ્મોમાં આવી. ‘સૌથી પહેલા મેં 1955માં તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મરાય’ કરી હતી, જેમાં મારી ડાન્સ સિક્વન્સ હતી અને તે સફળ રહી હતી. પછી મને મારી પહેલી હિન્દી ફિલ્મ ‘CID’ (1956) મળી. ‘ગાઈડ’ મારી પ્રિય છે કારણ કે તે એક અલગ પાત્ર છે. હું હંમેશા સારા કામમાં વિશ્વાસ રાખું છું અને મેં હંમેશા મારા દિલની વાત સાંભળી છે. હું ઈચ્છું છું કે લોકો મને એક સારા વ્યક્તિ તરીકે યાદ કરે.’
“I feel very honored and very humbled” says #DadaSahebPhalke awardee #WaheedaRehman as she expresses gratitude for her biggest achievement. A true legend of Indian cinema.
@MIB_India | @nfdcindia | #NFA #NFAOnDD | #Doordarshan pic.twitter.com/OX8Uz9CbGd
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) October 17, 2023
નેશનલ અવૉર્ડ મેળવતી વખતે ભાવુક થઇ વહીદા રહેમાન
નેશનલ એવોર્ડ મેળવ્યા બાદ 85 વર્ષની અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી. એવોર્ડ મેળવ્યા બાદ વહીદાએ કહ્યું, ‘હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. આજે હું જે સ્થાને ઉભી છું તે મારી પ્રિય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કારણે છે. સદનસીબે, મને ટોચના દિગ્દર્શકો, નિર્માતાઓ, લેખકો, ટેકનિશિયન અને સંગીત નિર્દેશકો સાથે કામ કરવાની તક મળી. ઘણું માન આપ્યું, ઘણો પ્રેમ મળ્યો. ‘હું મારા મેક-અપ આર્ટિસ્ટ, હેર અને કોસ્ચ્યુમ ડિઝાઈનરનો પણ આભાર માનું છું, જેમણે મારી કારકિર્દીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એટલા માટે હું આ એવોર્ડ આપણા ફિલ્મ ઉદ્યોગના તમામ વિભાગો સાથે શેર કરવા માંગુ છું. કોઈ એક વ્યક્તિ એકલા સંપૂર્ણ ચિત્ર બનાવી શકતી નથી, નિર્માતાને આપણા બધાની જરૂર છે. દરેકના યોગદાનથી ફિલ્મ પૂરી થઈ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’
આ સમાચાર પણ વાંચો : Akshay kumar: 20 વર્ષ પછી એક્સ ગર્લફ્રેન્ડ રવીના ટંડન સાથે કામ કરશે અક્ષય કુમાર, અભિનેત્રી વિશે ખિલાડી કુમારે કહી આ વાત