ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
ટીવી અભિનેત્રી નિયા શર્મા પોતાની તસવીરો અને વીડિયોના કારણે હેડલાઇન્સમાં રહે છે. નિયાને ભારતીય ટીવી દુનિયાની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. નિયા હંમેશાં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. ફરી એક વાર નિયા શર્માએ પોતાની તસવીરથી લોકોને ચોંકાવી દીધા છે. આ તસવીરો સાથે ફરી એક વાર નિયા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઇલથી લોકોને ઘાયલ કરી રહી છે.
તસવીરોમાં નિયા શર્મા બૅકલેસ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ જોવા મળી રહી છે. નિયાનો આ શૉર્ટ ડ્રેસ ફરી એક વાર સાબિત કરી રહ્યો છે કે નિયા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ સાથે ક્યારેય સમાધાન કરતી નથી.
પરંતુ જ્યારે કેટલાક ચાહકો નિયાની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે તેને ટ્રૉલ કરતા ઘણા લોકો કૉમેન્ટ બૉક્સમાં પણ જોવા મળી રહ્યા છે.લોકો તેને પૂછે છે કે તે કપડાં કેમ નથી પહેરતી? કોઈ કહી રહ્યું છે કે લાંબા સમયથી નિયાને ડિસન્ટ ડ્રેસમાં જોઈ નથી.
તમને જણાવી દઈએ કે નિયાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે. નિયાને (2010)માં સ્ટાર પ્લસના પ્રખ્યાત "કાલી એક અગ્નિપરીક્ષા"માં પ્રથમ તક મળી. આ પછી નિયાએ નાના પડદા પર કામ મેળવવાનું ચાલુ રાખ્યું અને સફળ બની. તાજેતરમાં નિયા શર્માએ 'બિગ બૉસ OTT'માં ગેસ્ટ એન્ટ્રી લીધી હતી.
આ અભિનેતાને એક વખત હોટલમાં વાસણ ધોવાની ફરજ પડી હતી, જાણો અભિનેતાની ખાસ વાતો