Site icon

વૈશાલી ઠક્કરના કેસમાં આ ટીવી કલાકાર એ કર્યા ચોંકાવનારા ખુલાસા-અભિનેત્રીએ કો સ્ટાર ને જણાવ્યા હતા તેના અંગત જીવન ના રહસ્યો

News Continuous Bureau | Mumbai

નાના પડદાની જાણીતી અભિનેત્રી વૈશાલી ઠક્કરના(Vaishali Thakkar) નિધનથી તેના ચાહકો આઘાતમાં છે. પોલીસની તપાસમાં એવી વાત સામે આવી છે કે રાહુલ નવલાણી (Rahul Navlani)નામના વ્યક્તિ ઘ્વારા અભિનેત્રી ને હેરાન કરવાના કારણે  આત્મહત્યા(suicide) કરી હતી. આ દરમિયાન અભિનેત્રી સાથે કામ કરી ચૂકેલા અભિનેતા નિશાંત સિંહ મલકાનીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે તેને ખબર હતી કે રાહુલ તેની કો-સ્ટાર અને મિત્ર વૈશાલીને હેરાન કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

અભિનેતાએ કહ્યું કે તે વૈશાલીની અંગત બાબતો લીક(leak) કરી શકે તેમ નથી. પરંતુ હવે તેના મૃત્યુ બાદ તે તમામ માહિતી શેર કરીને વૈશાલીને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે. જણાવી દઈએ કે વૈશાલી અને નિશાંતે ટીવી શો ‘રક્ષાબંધન’માં(Raksha Bandhan) સાથે કામ કર્યું છે. આ સીરિયલમાં બંને પતિ-પત્નીના રોલમાં હતા. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન નિશાંતે કહ્યું હતું કે તે જાણતો હતો કે રાહુલ વૈશાલીને ટોર્ચર કરી રહ્યો હતો.અભિનેતાએ કહ્યું કે અમે રક્ષાબંધન સિરિયલમાં સાથે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અમે 12-13 કલાક એકબીજા સાથે રહેતા હતા. તેણે મને રાહુલ વિશે બધું કહ્યું. અમે સારા મિત્રો(good friends) હતા. એટલા માટે તે મારી સાથે દરેક વાત શેર કરતી હતી. આ વાત બહાર ન આવે એ પણ મારી જવાબદારી હતી.તેણે વધુમાં કહ્યું કે મને ખબર પડી છે કે તે વ્યક્તિના કારણે વૈશાલીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો હું મારા મિત્રને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસ કરીશ. અભિનેતાએ વધુમાં કહ્યું કે જો કોઈ મને આ વિશે કંઈપણ પૂછે છે, તો હું બધું કહેવા અને તપાસમાં મદદ કરવા તૈયાર છું.

આ સમાચાર પણ વાંચો : સાયન્સ પ્રમાણે આ છે દુનિયાની 10 સૌથી સુંદર મહિલાઓ- લિસ્ટમાં એક ભારતીય પણ સામેલ- જુઓ તમામના અત્યંત ખુબસુરત ફોટાઓ

તમને જણાવી દઈએ  કે,હાલમાં વૈશાલી ઠક્કરના આત્મહત્યા કેસની તપાસ ચાલી રહી છે. રાહુલ નવલાની અને તેની પત્ની દિશા વિરુદ્ધ લુક આઉટ નોટિસ(look out notice) જારી કરવામાં આવી છે. તેની સામે કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વૈશાલીને હેરાન કરવામાં દિશાના ભાઈનો (Disha brother)પણ હાથ હતો. હાલ પોલીસ તેમના પર ચાંપતી નજર રાખી રહી છે.

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version