News Continuous Bureau | Mumbai
નોરા ફતેહી(Nora Fatehi) તેના ડાન્સ ઉપરાંત તેની ફેશન સેન્સથી(fashion sense) લોકોના દિલ જીતી લે છે. જ્યારે પણ નોરા કેમેરાની સામે આવા ડ્રેસ પહેરીને આવે છે કે તે ફેન્સને ક્લીન બોલ્ડ કરી દે છે. આ વખતે પણ જ્યારે નોરા ફતેહી ઓફ શોલ્ડર ડ્રેસ(Off shoulder dress) પહેરીને કેમેરાની સામે આવી તો તેનો લુક જોતા જ વાયરલ થઈ ગયો.
નોરાનો આ ડ્રેસ ખૂબ જ રિવિલિંગ છે. નોરાનો આ ડ્રેસ સિલ્વર કલર નો(Silver Sequin Dress) શિમરી છે. જેને જોઈને એવું લાગે છે કે નોરાએ પોતાના શરીર પર સ્ટાર્સ લપેટી લીધા છે.
આ ફોટોઝમાં નોરા ક્યારેક કેમેરા સામે તેના કિલર લુક્સનો જાદુ ફેલાવતી જોવા મળી હતી તો ક્યારેક તે બેકલેસ ડ્રેસ(Backless dress) ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નોરાનો આ ડ્રેસ ચારે બાજુથી ખુલ્લો છે. અભિનેત્રીનો આ ડ્રેસ માત્ર થાઈ સ્લિટ જ નહીં પરંતુ બેકલેસ પણ છે જે તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
આ સમાચાર પણ વાંચો : સુષ્મિતા સેનના ટ્રાન્સજેન્ડર લુકના થયા વખાણ-તાલીમાં અભિનેત્રી નો ફર્સ્ટ લુક જોઈને લોકો રહી ગયા દંગ
પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે નોરાએ વાળનો બન બનાવ્યો છે અને સાથે જ લાઈટ મેકઅપ પણ કર્યો છે. આ સાથે તે હાઈ હીલ્સ પહેરેલી જોવા મળી હતી.નોરા ફતેહીએ આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
અભિનેત્રી ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો હાલ તે માધુરી દીક્ષિત અને કરણ જોહર સાથે ઝલક ધિકલાજ 10 ને જજ કરતી જોવા મળી રહી છે.