News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી(Bollywood actress) માધુરી દીક્ષિતની(Madhuri Dixit) ગણતરી એવા સ્ટાર્સમાં થાય છે જેમના ચાહકો ભારતની સાથે વિદેશમાં પણ છે. માધુરી દીક્ષિતને બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ડાન્સ મૂવ્સ(Dance moves) તેણીને અન્ય અભિનેત્રીઓથી અલગ પાડે છે.આજે અમે તમને માધુરી દીક્ષિત સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું જે તમે ભાગ્યે જ જાણતા હશો. માધુરી દીક્ષિતનો જન્મ 15 મે 1967ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ શંકર દીક્ષિત(Shankar Dixit) અને માતાનું નામ સ્નેહલતા દીક્ષિત(Snehalata Dixit) છે. પોતાના ડાન્સ અને પરફોર્મન્સથી(Dance and performance) બધાનું દિલ જીતનાર માધુરી દીક્ષિતે પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો હતો.
માધુરી દીક્ષિતે 3 વર્ષની ઉંમરે કથક(Kathak) શીખવાનું શરૂ કર્યું હતું. માધુરી દીક્ષિતે અંધેરીની ડિવાઈન ચાઈલ્ડ હાઈસ્કૂલમાં(Divine Child High School) સ્કૂલિંગ કર્યું હતું. માધુરીને શરૂઆતથી જ અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો માધુરીએ વિલે પાર્લેની કોલેજમાં એડમિશન લીધું હતું, તે માઇક્રોબાયોલોજિસ્ટ (Microbiologist) બનવાની ઈચ્છા ધરાવતી હતી. આ કૉલેજમાંથી તેને B.Sc માં તેમના એક વિષય તરીકે માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો. પરંતુ છ મહિના પછી તેણે અભ્યાસ બંધ કરી દીધો અને ફિલ્મોમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.માધુરી દીક્ષિતે 3 વર્ષની ઉંમરે નૃત્ય કરવાનું શરૂ કર્યું તેણે 8 વર્ષ સુધી કથકની સંપૂર્ણ તાલીમ મેળવી હતી. તે એક પ્રશિક્ષિત કથક ડાન્સર છે.7-8 વર્ષની ઉંમરે, જાહેર પ્રદર્શન દરમિયાન તેણીના ખૂબ વખાણ થયા, જેનાથી તેણીનો નૃત્યમાં આત્મવિશ્વાસ વધ્યો.
આ સમાચાર પણ વાંચો : સુષ્મિતા સેનના ટ્રાન્સજેન્ડર લુકના થયા વખાણ-તાલીમાં અભિનેત્રી નો ફર્સ્ટ લુક જોઈને લોકો રહી ગયા દંગ
માધુરી દીક્ષિતે વર્ષ 1984માં ‘અબોધ’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી, પરંતુ ફિલ્મમાં માધુરીના અભિનયથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ માટે તેણે કેટલાક સાઈડ રોલ કર્યા અને પછી વર્ષ 1988માં એક ફિલ્મ આવી જેણે માધુરીનું જીવન બદલી નાખ્યું. તે ફિલ્મ હતી ‘તેજાબ’ બસ અહીંથી જ માધુરીએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને તે સફળતાની સીડી ચડીને તે સમયની નંબર 1 અભિનેત્રી બની ગઈ હતી.ફિલ્મ ઉદ્યોગમાં વર્ષો સુધી વિસ્તરેલી તેની કારકિર્દી દરમિયાન, માધુરી દીક્ષિત બાળકોના શિક્ષણ અને મહિલા સુરક્ષાને(Education and Women's Security) પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે સામેલ છે.વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો હાલ અભિનેત્રી ઝલક દિખલાજા 10 ને જજ કરી રહી છે. હાલ માંજ અભિનેત્રી ની ફિલ્મ ‘મજામાં’ એમેઝોન પ્રાઈમ(Amazon Prime) પર રિલીઝ થઇ છે.