News Continuous Bureau | Mumbai
Nushrratt bharuccha: બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા ભારત પરત ફરી છે. અભિનેત્રી થોડા દિવસ પહેલા હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયેલ ગઈ હતી. ત્યાં નુસરત આતંકવાદી હુમલાની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. આ બધા વચ્ચે ભારતીય અભિનેત્રી નુસરત ભરૂચા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. હાલમાં નુસરત સુરક્ષિત રીતે મુંબઈ પરત ફરી છે. મુંબઈ એરપોર્ટ પરથી નુસરતનો વીડિયો સામે આવ્યો છે. તે એરપોર્ટ પર પહોંચતા જ મીડિયા અને પાપારાઝીઓએ તેને ઘેરી લીધી હતી. પત્રકારો તેમની પાસેથી ત્યાંની પરિસ્થિતિ વિશે જાણવા માંગતા હતા. તે એરપોર્ટ પર અસ્વસ્થ જોવા મળી હતી.
સુરક્ષિત ભારત પરત ફરી નુસરત ભરૂચા
ભારતીય દૂતાવાસ ની મદદ થી અભિનેત્રી નુસરત ભરૂચા સુરક્ષિત રીતે ઈઝરાયેલ એરપોર્ટ પહુંચી હતી. અભિનેત્રી તાજેતરમાં હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયેલ ગઈ હતી. પહેલા એવા અહેવાલ હતા કે નુસરતની ટીમનો તેની સાથે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ હવે તેનો મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત પરત ફરવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ચહેરા પર ડર સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. જ્યારે પત્રકારોએ તેણીને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણીએ ફક્ત એટલું જ કહ્યું, ‘હું હવે ઘરે આવી ગઈ છું, મને ઘરે જવા દો.’
View this post on Instagram
નુસરત ભરૂચા નું વર્ક ફ્રન્ટ
નુસરતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘અકેલી’માં જોવા મળી હતી. આમાં તેણે એક સામાન્ય ભારતીય મહિલાની ભૂમિકા ભજવી હતી જે ઇરાકના યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલી હતી અને જીવવા માટે સંઘર્ષ કરી રહી હતી. તેની આગામી ફિલ્મ ‘છોરી 2’ છે.
આ સમાચાર પણ વાંચો : Israel war : સીને સ્ટાર નુસરત ભરૂચા ઇઝરાયેલ માં ફસાઈ. હવે કોઈ સંપર્ક નહીં.