News Continuous Bureau | Mumbai
Orry and Palak tiwari: ઓરી ઉર્ફે ઓરહાન અવતરામણી એ બી ટાઉન ના સ્ત્ર્કિડ નો ફેવરિટ છે.ઓરી દરેક સેલેબ્રીટી ની પાર્ટી માં હાજરી આપે છે. તે પાર્ટી પછી બોલિવૂડ સેલેબ્રીટી ની હોય કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની હોય, ઓરી દરેક પાર્ટી માં હાજર હોય છે.શ્વેતા તિવરી ની દીકરી અને અભિનેત્રી પલક તિવારી ઓરી ની ખુબ સારી મિત્ર છે. હવે સોશિયલ મીડિયા પર બંને ની વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે. જેને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો છે.
ઓરી અને પલક તિવારી ની ચેટ થઇ વાયરલ
ઓરી અને પલક તિવારી ની પ્રાઇવેટ ચેટ નો સ્ક્રીન શોર્ટ સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઓરી પલક તિવારીને અપમાનજનક વાતો કહેતો જોવા મળે છે. ચેટ માં જોવા મળી રહ્યું છે કે, પલક તિવારી કોઈ વાત અંગે ઓરી ની માફી માંગી રહી છે. જેના જવાબ માં ઓરી એ તેને અશ્લીલ કહેવાતી મિડલ ફિંગર ની ઈમોજી મોકલી છે. આ ચેટ માં સારા નું પણ નામ છે. જેને લોકો સારા અલી ખાન સાથે જોડી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ ચેટ બીજા કોઈએ નહીં પણ ઓરીએ જ લીક કરી છે. તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શનમાં વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો.જો કે પલક શા માટે ઓરીની માફી માંગી રહી હતી તેનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ ઓરીએ પલકની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને અભિનેત્રીને ટેગ પણ કરી છે..
આ સમાચાર પણ વાંચો : Rakul preet singh and jackky bhagnani: લગ્નના બંધનમાં બંધાશે રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની, જાણો ક્યારે અને ક્યાં લેશે સાત ફેરા