News Continuous Bureau | Mumbai
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 13મી મેના રોજ સગાઈ કરવા જઈ રહ્યા છે. આ બાબતનો ખુલાસો થયો છે. તમને જણાવી દઈએ કે સગાઈના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરાના ઘરને સજાવવામાં આવ્યું છે. જેનો વીડિયો સામે આવ્યો છે. પરિણીતી ચોપરાનું ઘર લાઈટોથી સજાવવામાં આવ્યું છે. જેનો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમના લગ્નના સમાચારને કન્ફર્મ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, રિંગ સેરેમની દિલ્હીમાં થશે. આ માટે રાજકારણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ 150 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
View this post on Instagram
પરિણીતી અને રાઘવ આ વર્ષે કરી શકે છે લગ્ન
છેલ્લા કેટલાક મહિનાઓથી, પરિણીતી ચોપરા પ્રખ્યાત સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે અને સ્ટુડિયોમાં વારંવાર જોવા મળતી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અભિનેત્રી તેના ખાસ પ્રસંગ માટે મનીષ મલ્હોત્રા પાસેથી ડિઝાઇનર આઉટફિટ પહેરશે. રિપોર્ટ્સ અનુસાર, પરિણીતીએ આ પ્રસંગે મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેરવાનો નિર્ણય કર્યો છે. સગાઈના દિવસના આઉટફિટની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. પરિણીતી તેના દેખાવને સરળ અને ભવ્ય રાખવા માંગતી હતી જે તે ઇવેન્ટ માટે યોગ્ય હોય. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ આ વર્ષના ઓક્ટોબર ના અંતમાં લગ્ન કરી શકે છે.