News Continuous Bureau | Mumbai
Parineeti chopra: બોલિવૂડ ની ગલિયારો માં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ચર્ચાનો વિષય બન્યા છે, બંનેએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. હાલમાંજ અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નવો વિડીયો શેર કર્યો જે સોશિયલ મીડિયા પર દિલ જીતી રહ્યો છે. વિડીયો માં નવી દિલ્હીમાં રાઘવ ચઢ્ઢાના ઘરે પરિણીતી ચોપરાના સ્વાગતની ઝલક જોવા મળે છે. ચઢ્ઢા પરિવારે ઢોલ વગાડીને નવી દુલ્હન નું સ્વાગત કર્યું હતું. વિડિયો માં એ પણ જોવા મળી રહ્યું છે કે પરિણીતી ચોપરાએ સૌપ્રથમ પોતાની લાગણીઓનો એકરાર કર્યો હતો.
પરિણીતી ચોપરા નું થયું ગ્રાન્ડ વેલકમ
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા પરિણીતી એ લખ્યું, ‘પુત્રવધૂ એ પ્રકાશ છે જે માતાના જીવનમાં ખુશીઓ લાવે છે. પુત્રવધૂનું આટલું સુંદર સ્વાગત ક્યારેય જોયું નથી. ચઢ્ઢા પરિવારે કપલ માટે સરપ્રાઈઝ ઢોલ અને સજાવટનું આયોજન કર્યું હતું. આ પછી કેટલીક મીઠી અને મનોરંજક રમતો રમાઈ. વિશ્વમાં શ્રેષ્ઠ કુટુંબ. તેણે મને રાણી જેવો અનુભવ કરાવ્યો.’
View this post on Instagram
પરિણીતી અને રાઘવ ના લગ્ન
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન રાજસ્થાનના ઉદયપુરના લીલા પેલેસમાં થયા હતા. લગ્નની તસવીરો શેર કરતાં પરિણીતી ચોપરાએ લખ્યું, ‘નાસ્તાના ટેબલ પર થયેલી પહેલી વાતચીતથી અમારા દિલ એકબીજાને ઓળખતા હતા. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. અંતે શ્રી અને શ્રીમતી બનવાનો લહાવો મળ્યો. એકબીજા વગર જીવી ન શક્યા. આપણું કાયમ હવે શરૂ થાય છે.’
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન ફરી થઇ ટ્રોલ, આ કારણે ટ્રોલર્સ એ સાધ્યું ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પર નિશાન