News Continuous Bureau | Mumbai
Shraddha kapoor: અભિનેત્રી શ્રદ્ધા કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ની જાણીતી અભિનેત્રિ છે.. શ્રદ્ધા કપૂરે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રદ્ધા કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે શ્રદ્ધા કપૂરે તેના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે બ્રેકઅપ કરી લીધું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે શ્રદ્ધા કપૂરના જીવનમાં નવા પ્રેમી એ એન્ટ્રી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ ના લેખક રાહુલ મોદીને ડેટ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Neena gupta: બરેલી એરપોર્ટ પર દિગ્ગ્જ અભિનેત્રી નીના ગુપ્તા સાથે કરવામાં આવ્યું આવું વર્તન, અભિનેત્રી એ વિડીયો શેર કરી વ્યક્ત કરી પીડા
શ્રદ્ધા કપૂર કરી રહી છે રાહુલ મોદી ને ડેટ
શ્રદ્ધા કપૂર તેની લવ લાઈફને લઈને ઘણી વખત હેડલાઈન્સમાં રહી છે. શ્રદ્ધા કપૂરનું નામ પહેલા આદિત્ય રોય કપૂર અને બાદ માં રોહન શ્રેષ્ઠા સાથે જોડાયેલું હતું. હવે ફરી એકવાર શ્રદ્ધા કપૂરના ડેટિંગને લઈને સમાચાર આવ્યા છે.મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ ના લેખક રાહુલ મોદીને ડેટ કરી રહી છે. શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ના સેટ પર નજીક આવ્યા હતા. જોકે, બંનેએ પોતાના સંબંધો અંગે કોઈ નિવેદન આપ્યું નથી.એટલા માટે આ સમાચારમાં કેટલું સત્ય છે તે જાણવા માટે થોડી રાહ જોવી પડશે. જો રિપોર્ટ્સનું માનીએ તો, શ્રદ્ધા હંમેશા તેના સંબંધોને લઈને ખૂબ જ રિઝર્વ રહે છે. તે જાહેર માં તેના વિશે કહેવાનું ટાળતી હોય છે. તેથી, તે રાહુલ પર ક્યારે બોલશે તે જોવું રહ્યું. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ માર્ચ 2023માં રિલીઝ થઈ હતી અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. લવ રંજનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર શ્રદ્ધા કપૂર સાથે જોવા મળ્યો હતો.