News Continuous Bureau | Mumbai
Parineeti-Raghav wedding: આખરે, તે ક્ષણ આવી ગઈ જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. તમને જણાવી દઈએ કે આ કપલના લગ્ન ગઈકાલે સાંજે 5 વાગે થયા હતા ત્યારથી ફેન્સ આ કપલની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મોડી રાત્રે આ તસવીર સામે આવતા જ ફેન્સ ખુશીથી ઉછળી રહ્યા છે. કપલની આ તસવીર પર ફેન્સ કમેન્ટ્સ કરી રહ્યા છે અને બન્ને ને અભિનંદન આપી રહ્યા છે.
પરિણીતી અને રાઘવ ની તસવીર થઇ વાયરલ
પરિણીતી અને રાઘવ લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. હવે તેમના લગ્ન પછી ની પહેલી તસવીર સામે આવી રહી છે. આ તસવીર માં જોઈ શકાય છે કે અભિનેત્રી પરિણીતી ચોપરાએ પિંક કલરની નેટ સાડી પહેરી છે અને ગળામાં હેવી નેકલેસ પણ પહેર્યો છે. હાથમાં ગુલાબી રંગની બંગડીઓ પહેરેલી અભિનેત્રીનો આ લુક જોવા જેવો છે. બીજી તરફ રાઘવ ચઢ્ઢા એ બ્લેક ટક્સીડો સૂટ પહેર્યો છે જેમાં રાઘવ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
પરિણીતી-રાઘવ ના લગ્ન
પરિણીતી અને રાઘવે ઉદયપુરના લીલા પેલેસમાં શાહી અંદાજ માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કપલે રાત્રે પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીની થીમ બ્લેક એન્ડ વ્હાઇટ રાખવામાં આવી હતી. લગ્નમાં પરિણીતી વતી જે હસ્તીઓ પહોંચી હતી તેમાં સાનિયા મિર્ઝા અને મનીષ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. જ્યારે રાઘવ વતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને શિવસેનાના આદિત્ય ઠાકરે એ લગ્નમાં હાજરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો: priyanka chopra: શું બહેન પરિણીતી ચોપરા ના લગ્ન માં હાજરી નહીં આપે પ્રિયંકા ચોપરા? દેસી ગર્લ ની એક પોસ્ટે ઉભું કર્યું કન્ફ્યુઝન
