ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો ‘અનુપમા’ આ વખતે પણ TRP રેસમાં સૌથી આગળ છે. દર્શકોને શોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ ટ્રૅક એકદમ રસપ્રદ બની ગયો છે. નવીનતમ અપડેટ મુજબ શોને વધુ રસપ્રદ બનાવવા માટે નિર્માતાઓ એમાં નવાં પાત્રોને દાખલ કરી રહ્યા છે. અભિનેત્રી સવિતા પ્રભુ શોમાં એન્ટ્રી લઈ શકે છે. ‘અનુપમા’નો આગામી એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાનો છે. શોમાં વનરાજ અનુપમાના માર્ગમાં વારંવાર નવી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. હવે એક અહેવાલ મુજબ ‘પવિત્ર રિશ્તા’ની અભિનેત્રી સવિતા પ્રભુ સિરિયલમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જોકે શોમાં તેનું પાત્ર કેવું હશે એ જાહેર કરવામાં આવ્યું નથી.
સવિતા પ્રભુ ‘કુસુમ’, ‘કાવ્યાંજલિ’, ‘પવિત્ર રિશ્તા’, ‘તુઝસે હૈ રાબતા’ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે અને તે જાણીતું નામ છે. જોકે અભિનેત્રીએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર સવિતા અનુજની માસીની ભૂમિકા ભજવવા જઈ રહી છે. તે વિલનનો રોલ કરશે. કેટલાક મીડિયા રિપૉર્ટ્સ અનુસાર સવિતા પ્રભુ, અનુપમા માટે નવી મુસીબતો ઊભી કરતી જોવા મળશે. હવે આવનારા એપિસોડમાં જણાવવામાં આવશે કે સવિતાનો રોલ શું હશે. હાલમાં ચાહકોને શોમાં ઘણો ડ્રામા જોવા મળશે.
લેટેસ્ટ ટ્રૅક મુજબ અનુપમા અને અનુજ કામ માટે બહાર જાય છે અને પાછાં ફરતી વખતે વરસાદને કારણે તેમને એક જગ્યાએ રોકાવું પડે છે. અહીં તેના ઘરે ન આવવાથી બધા લોકો ખૂબ પરેશાન થઈ જાય છે. જ્યારે વનરાજને ખબર પડી કે તે લોકો એક જ રૂમમાં રહ્યાં છે, ત્યારે તે તેના પર ઘણો હોબાળો મચાવશે. આવનારા એપિસોડ્સમાં બતાવવામાં આવશે કે અનુપમા શાહ પરિવારને છોડી દેવાની છે.