Site icon

Pawandeep Rajan Health Update: આટલા કલાક ચાલેલી સર્જરી બાદ આઈસીયુમાં દાખલ છે પવનદીપ રાજન, જાણો હાલ કેવી છે ઇન્ડિયન આઇડલ વિનર ની હાલત

Pawandeep Rajan Health Update: પવનદીપ રાજનની તબિયત અંગે નવી માહિતી સામે આવી છે.ઇન્ડિયન આઇડલ વિનર ની 3 સર્જરી બાદ હજી પણ તે આઈસીયુ માં છે

Pawandeep Rajan Health Update 8-Hour Surgery Still in ICU

Pawandeep Rajan Health Update 8-Hour Surgery Still in ICU

News Continuous Bureau | Mumbai

Pawandeep Rajan Health Update: ઇન્ડિયન આઇડલ 12  વિજેતા પવનદીપ રાજનનો તાજેતરમાં ભયાનક કાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં તેને અનેક ફ્રેક્ચર અને ઇજાઓ થઈ છે. હાલ પવનદીપ હોસ્પિટલમાં દાખલ છે અને તેની અનેક સર્જરી કરવામાં આવી છે. ફેન્સ પવનદીપ ના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન પવનદીપ ની ટીમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિંગરનો હેલ્થ અપડેટ શેર કર્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama Actor Jatin Suri: અનુપમા માં આ પાત્ર ભજવનાર અભિનેતા પર લાગ્યો ગર્લફ્રેન્ડ ને બ્લેકમેલ કરવાનો આરોપ!સિરિયલ ના સેટ પર પહોંચી પોલીસ, જાણો શું છે સમગ્ર મામલો

પવનદીપ રાજનની 3 સર્જરી

પવનદીપ રાજન નું હેલ્થ અપડેટ શેર કરતા ટીમે પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું છે, “બધાને નમસ્કાર, પવનની કાલે 3 વધુ સર્જરીઓ થઈ. સવારે તેમને ઓટીમાં લઈ જવામાં આવ્યા અને 8 કલાકના લાંબા ટ્રીટમેન્ટ બાદ તેમના બાકી રહેલા ફ્રેક્ચરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. હજી પણ તે આઈસિયુમાં ઓબ્ઝર્વેશનમાં છે અને થોડા દિવસો સુધી ત્યાં જ રહેશે. ડોક્ટરે કહ્યું છે કે હવે ટ્રીટમેન્ટ અને રિકવરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેથી ચાલો આપણે તેની જલદી સાજા થવાની પ્રાર્થના કરીએ. ફરીથી, બધી દૂઆ ઓ અને પ્રાર્થના ઓ માટે તમારો આભાર.”


પવનદીપ એક પરફોર્મન્સ માટે અમદાવાદની ફ્લાઇટ પકડવા માટે દિલ્હી જઈ રહ્યો હતો. ત્યારે તેની કાર રસ્તા પર ઉભેલા કેન્ટર ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કારના ચિંથડા ઉડી ગયા હતા. પવનદીપ સાથે ગાડીમાં હાજર બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version