Site icon

PM Narendra modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ ક્ષેત્રમાં પણ લહેરાવ્યો ઝંડો,આ કામ માટે ગ્રેમી એવોર્ડ્સમાં મળ્યું નોમિનેશન, જાણો વિગત

PM Narendra modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ ગીત એબ્યુન્ડન્સ ઇન મિલેટ્સ ગ્રેમી એવોર્ડ્સ 2024 માટે નોમિનેટ થયું છે. આ તે જ ગીત છે જેને પીએમ મોદીએ ફાલુ અને તેના પતિ ગૌરવ શાહ સાથે લેખિત માં સહયોગ કર્યો હતો.

pm narendra modi gets nomination for grammy 2024

pm narendra modi gets nomination for grammy 2024

News Continuous Bureau | Mumbai 

PM Narendra modi: ગ્રેમી એવોર્ડ્સ 2024 ની શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન શ્રેણીમાં એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીતને નોમિનેટ કરવામાં આવ્યું છે, આ તે જ ગીત છે જેને પીએમ મોદીએ ફાલુ (ફાલ્ગુની શાહ) અને તેના પતિ ગૌરવ શાહ સાથે લેખિતમાં સહયોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ગાયક ફાલ્ગુની શાહ અને ગૌરવ શાહ સાથે મળીને આ ગીત લખ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ રાજકારણીને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ગ્રેમી નોમિનેશનમાં સ્થાન મળ્યું છે. 16 જૂને રિલીઝ થયેલું આ ગીત આરોગ્ય લાભો અને પૌષ્ટિક અનાજને પ્રોત્સાહન આપવા માટેના સરકારી પ્રયત્નોને દર્શાવે છે.

Join Our WhatsApp Community

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ગીત 

પીએમ મોદી બાજરો, જુવાર જેવા જાડા અનાજને દેશના આહારનો મુખ્ય ભાગ બનાવવા પર સતત ભાર આપી રહ્યા છે.  આ માટે પીએમ મોદીએ ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ સાથે મળીને એક ગીત લખ્યું હતું, જેથી વિશ્વને બાજરીના ફાયદાઓથીપરિચિત કરી શકાય. એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીતને ગ્રેમી એવોર્ડ્સની બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીની ‘કડક સિંહ’નું ફર્સ્ટ લુક આવ્યો સામે, સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં અનોખા રૂમમાં જોવા મળશે અભિનેતા

આ ગીતના રિલીઝ પહેલા ફાલ્ગુની શાહે પોતે કહ્યું હતું કે ‘આ ગીત પીએમ મોદીએ મારા અને મારા પતિ ગૌરવ શાહ સાથે મળીને લખ્યું છે. આ ગીત આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ ઉજવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, આ ગીત વિશ્વમાં ભૂખ ઓછી કરવા અને અત્યંત પૌષ્ટિક અનાજના મહત્વ વિશે જણાવવા અને જાગૃતિ લાવવા માટે રચવામાં આવ્યું હતું.’ તમને જણાવી દઈએ કે, ભારત દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યા બાદ અને યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના સભ્યો તેમજ યુએન જનરલ એસેમ્બલીના 75મા સત્ર દ્વારા 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. મોદી સરકાર બાજરીને પૌષ્ટિક અનાજ તરીકે પ્રોત્સાહન આપી રહી છે.

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version