Site icon

Pooja bhatt: પૂજા ભટ્ટે તેના પિતા મહેશ ભટ્ટ સાથે વાયરલ લિપકિસ ફોટો પર તોડ્યું મૌન, કહી આ વાત

Pooja bhatt broke her silence on the viral lipkiss photo with her father mahesh bhatt

Pooja bhatt broke her silence on the viral lipkiss photo with her father mahesh bhatt

News Continuous Bureau | Mumbai 

Pooja bhatt: 1994માં, પૂજા ભટ્ટ અને તેના પિતા મહેશ ભટ્ટે એક મેગેઝીન કવર માટે પોઝ આપ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. તસવીરમાં પૂજા તેના પિતાને કિસ કરતી જોવા મળી હતી અને આ ફોટોએ દર્શકો અને ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂજા ભટ્ટે મેગેઝીન કવર અને તેના પિતા સાથેની તસવીર વિશે વાત કરી હતી. 

 

પૂજા ભટ્ટે કર્યો ખુલાસો 

એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂજા ભટ્ટને પૂછવામાં આવ્યું કે શું તે મહેશ ભટ્ટ સાથે કિસ કરતી તસવીર વાયરલ થઈ તેનો તેને પસ્તાવો છે? તો જવાબમાં પૂજાએ કહ્યું, “”ના, કારણ કે હું તેને ખૂબ જ સરળ માનું છું, અને મને લાગે છે કે તે કામનો એક ભાગ છે.”, તેણે વધુમાં કહ્યું કે, એક ક્ષણને કોઈપણ રીતે અથવા ખોટી રીતે રજૂ કરી શકાય છે.અને મને યાદ છે કે શાહરૂખે મને કહ્યું હતું કે જ્યારે તમારી દીકરીઓ હોય અને જ્યારે તમારું બાળક નાનું હોય, ત્યારે તે કેટલી વાર કહે છે, ‘મમ્મી પાપા, મને કિસ કરો’ અને તે આવું કરે છે કારણ કે તે તેમને પ્રેમ કરે છે. હું મારા પિતા માટે હજુ પણ એ જ 10 પાઉન્ડની છોકરી છું. અને તે મારા માટે તેવા જ રહેશે જીવનભર”પૂજા ભટ્ટ વધુ માં ઉમેરે છે. ““તે એક નિર્દોષ ક્ષણ હતી જે કેપ્ચર કરવામાં આવી હતી જેને ઘણી રીતે દર્શાવવામાં આવી છે. જેણે જે કરવું હશે તે કરશે. હું અહીં બેસીને તેનો બચાવ નથી કરવાની. જો કોઈ આ રીતે પિતા-પુત્રીના સંબંધો પર સવાલ ઉઠાવી શકે છે તો તે ખોટું વિચારી રહ્યા છે.”

આ સમાચાર પણ વાંચો : Jawan box office collection: ‘જવાન’ એ ચોથા દિવસે કર્યો કમાલ, કરી સૌથી વધુ કમાણી , જાણો ફિલ્મ નું કુલ કલેક્શન

મહેશ ભટ્ટ ની પુત્રી છે પૂજા ભટ્ટ 

પૂજા ભટ્ટ મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટ ની સૌથી મોટી પુત્રી છે. તેમને એક પુત્ર રાહુલ ભટ્ટ પણ છે. આ પછી મહેશ ભટ્ટે 1986માં સોની રાઝદાન સાથે લગ્ન કર્યા અને તેમને બે દીકરીઓ શાહીન અને આલિયા ભટ્ટ છે.પૂજા ભટ્ટ  છેલ્લે બિગ બોસ ઓટીટી સીઝન 2 માં જોવા મળી હતી. તે એલ્વિશ યાદવ, મનીષા રાની, બબીકા ધુર્વે અને અભિષેક મલ્હાન સાથે ફાઈનલ સુધી ક્વોલિફાય કરવામાં સફળ રહી અને પછી બહાર થઈ ગઈ.

Exit mobile version