Site icon

Poonam pandey: પૂનમ પાંડે ના નકલી નિધન ના સમાચાર માં સામેલ એજન્સી એ જાહેર માં કર્યું આ કામ, જણાવી આ નાટક ની હકીકત

Poonam pandey: પૂનમ પાંડે ના નિધન ના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. આ બાદ પૂનમે વિડીયો શેર કરી ને કહ્યું કે તે જીવતી છે અને તેને આ બધું સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા માટે કર્યું છે. ત્યારબાદ લોકો એ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. હવે આ બધા ની વચ્ચે પૂનમ પાંડેના નકલી નિધન માટે જવાબદાર કંપનીએ માફી માંગી છે.

poonam pandey fake death news this comapny issue apology for involved all this

poonam pandey fake death news this comapny issue apology for involved all this

News Continuous Bureau | Mumbai 

Poonam pandey: પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે સર્વાઈકલ કેન્સર ના કારણે અભિનેત્રી પૂનમ પાંડે નું મૃત્યુ થયું છે. આ સમાચારે ઈન્ટરનેટ પર હંગામો મચાવી દીધો હતો. આ સમાચાર ના એક દિવસ બાદ પૂનમ પાંડે એ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી ને જણાવ્યું કે તે જીવતી છે અને તેને આ બધું સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા માટે કર્યું છે. પૂનમ પાંડે ના આ વિડ્યો સામે આવ્યા બાદ લોકો એ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે એટલુંજ નહીં તેની વિરુદ્ધ આરઆઇઆર નોંધવાની પણ માંગ થઇ રહી છે. હવે હવે આ બધા ની વચ્ચે પૂનમ પાંડેના નકલી નિધન માટે જવાબદાર કંપનીએ માફી માંગી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande Vicky jain: બિગ બોસ બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા વિકી જૈન અને અંકિતા લોખંડે, અભિનેત્રી એ પાપારાઝી સાથે કર્યું આવું વર્તન

પૂનમ પાંડે ના નકલી નિધન માટે જવાબદાર કંપની એ માંગી માફી 

ડિજિટલ એજન્સી શબાંગે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને સ્વીકાર્યું છે કે પૂનમ પાંડે ના નકલી નિધન નું આયોજન તેમણે કર્યું છે. તેમને આ પોસ્ટ માં લખ્યું, “હા, અમે Houterfly સાથે મળીને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે પૂનમ પાંડેની પહેલમાં સામેલ હતા. અમે આ બાબત માટે દિલથી માફી માંગવા માંગીએ છીએ, ખાસ કરીને જેઓ આ રોગથી પીડિત છે અને જેઓએ તેના કારણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની પણ. અમારી ક્રિયાઓ સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ વધારવા માટે એક એકલ મિશન દ્વારા ચલાવવામાં આવી હતી. 2022 માં, ભારતમાં સર્વાઇકલ કેન્સરના 123,907 કેસ અને 77,348 મૃત્યુ નોંધાયા હતા. સ્તન કેન્સર પછી, સર્વાઇકલ કેન્સર એ ભારતમાં મધ્યમ વયની મહિલાઓને અસર કરતી બીજી સૌથી વધુ જીવલેણ બીમારી છે


‘તમારામાં ઘણા એવા લોકો છે જેઓ નથી જાણતા કે પૂનમ પાંડેની માતા પણ કેન્સર ફાઇટર રહી ચૂકી છે. તેણે ખૂબ જ બહાદુરીથી કેન્સર સામે લડી છે. આ કારણોસર, પૂનમ, જેણે આ રોગને ખૂબ નજીકથી જોયો છે, તે તેની ગંભીરતા અને નિવારણનું મહત્વ સમજે છે. ખાસ કરીને જ્યારે તેની રસી ઉપલબ્ધ હોય.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mahakali: દેવીનો રુદ્રાવતાર! રામાયણની અભિનેત્રી બની ‘મહાકાલી’, નવું પાવરફુલ પોસ્ટર થયું રિલીઝ, ફેન્સ થયા સ્તબ્ધ.
Baahubali: The Eternal War: શું એસ એસ રાજામૌલી એ કરી બાહુબલી 3 ની જાહેરાત? જાણો ફિલ્મ ના નામ અને બજેટ વિશે
Tiku Talsania and Mansi Parekh: બાઈક પર સ્ટન્ટ કરવું ટીકુ તલસાનિયા અને માનસી પારેખ ને પડ્યું ભારે, બંને વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો
The Taj Story Review: જો તમે પણ ધ તાજ સ્ટોરી જોવાનું વિચારી રહ્યા હોવ તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો પરેશ રાવલ ની ફિલ્મ નો રિવ્યુ
Exit mobile version