News Continuous Bureau | Mumbai
Priyanka chopra: ગઈકાલે બોલિવૂડ અભિનેત્રીઓ એ પિતાના પતિ માટે કરવાચોથ નું વ્રત રાખ્યું હતું.આ દરમિયાન સુન્દરીઓએ સોળ શૃંગાર સજી ને આ વ્રત પૂરું કર્યું હતું.આ સ્થિતિમાં Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2023 હોસ્ટ કરવા માટે ભારત આવેલી પ્રિયંકા ચોપરાએ પણ તેના પતિ નિક જોનાસ માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું. પ્રિયંકાએ પોતાની કરવા ચોથ ની ઉજવણી ની ઝલક શેર કરી હતી.
પ્રિયંકા ચોપરા એ રાખ્યું હતું કરવા ચોથ નું વ્રત
પ્રિયંકા ચોપરા,હાલ ભારત માં છે. આ દરમિયાન તેને તેના પતિ નિક માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું. તેને કરવા ચોથ ની ઉજવણી પતિ નિક જોનાસ વિના જ કરી હતી. અભિનેત્રીએ તેના ચાહકોને આ ઉજવણી ની ઝલક આપી હતી. તેણે શેર કરેલા ફોટામાં, એક સુંદર શણગારેલી ચાળણી માં માટીનો દીવો પ્રગટાવી ને ચંદ્રની ઝલક જોવાની રાહ જોઈ રહી છે.

અભિનેત્રીએ તસવીર સાથે એક કેપ્શન આપ્યું હતું કે, “તમામને કરવા ચોથની શુભકામનાઓ.” લાલ હાર્ટ ઇમોજી સાથે. તેણે આ પોસ્ટમાં તેના પતિ નિકને પણ ટેગ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ