News Continuous Bureau | Mumbai
Munnabhai 3: રાજકુમાર હીરાની તેમની ફિલ્મ ડંકી ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે આ ફિલ્મ હિટ ફિલ્મો ની કેટેગરીમાં સામેલ થઇ ગઈ છે.ડંકી પહેલા રાજકુમાર હીરાની એ ઘણી હિટ ફિલ્મો આપી છે જેમાં મુન્નાભાઈ સૌથી મોખરે આવે છે. આ ફિલ્મ ના અત્યારસુધી બને પાર્ટ બની ચુક્યા છે એક મુન્નાભાઈ એમબીબીએસ અને લગેરહો મુન્નાભાઈ આ બંને ફિલ્મો માં સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં હતો હવે રાજકુમાર હીરાની એ મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ પર અપડેટ આપ્યું છે.
મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ પર રાજકુમાર હીરાની એ આપ્યું અપડેટ
મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાજકુમાર હીરાની એ મુન્નાભાઈ ના ત્રીજા પાર્ટ વિશે કહ્યું,”મુન્નાભાઈ સાથે અમારો સંઘર્ષ એ રહ્યો છે કે છેલ્લી બે ફિલ્મો એટલી સારી બની છે કે મારી પાસે હજુ પણ 5 અર્ધ-લિખિત સ્ક્રિપ્ટો પડી છે. મને લાગે છે કે જો હું એ બે ફિલ્મોના સ્તરે નહીં પહોંચી શકું તો હું ત્રીજી ફિલ્મ નહીં કરી શકું. મારી પાસે એક વાર્તા છે જે બની શકે છે, પરંતુ કેટલીક વાર્તાઓ જૂની થઈ જાય છે, તેથી સમય જ કહેશે.”
આ સમાચાર પણ વાંચો : Vijay sethupathi: ફિલ્મ અભિનેતા નહીં પરંતુ આ ફિલ્ડ માં કામ કરવા માંગતો હતો વિજય સેતુપતિ, એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા એ કર્યો ખુલાસો
રાજકુમાર હીરાની એ વધુમાં જણાવ્યું કે, “હું ઘણીવાર સંજુ (સંજય દત્ત) સાથે વાત કરું છું. તે કહે છે કે એક બનાવવી જોઈએ. હવે આ ડંકી પૂરી થઈ ગઈ છે, હવે હું જૂની વાર્તાઓનો ખજાનો ખોલીશ. મને લાગે છે કે વધુ એક મુન્નાભાઈ બનવી જોઈએ પરંતુ ક્યારે તે ખબર નથી.”