Rakhi sawant: રાખી સાવંતે ફરી કરી મલાઈકા અરોરા ની નકલ, અર્જુન કપૂર નું પણ લીધું નામ, જુઓ વાયરલ વિડીયો

rakhi sawant again copied malaika arora walk

News Continuous Bureau | Mumbai 

Rakhi sawant: ડ્રામા ક્વીન કહેવાતી રાખી સાવંત નો ડ્રામા ક્યારે પણ ઓછો થવાનો નથી. રાખી સાવંત અવારનવાર પોતાના ફોટા અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. આ ઉપરાંત રાખી સાવંત પોતાની પર્સનલ લાઈફ ને કારણે પણ ચર્ચામા રહે છે.આ દરમિયાન રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મલાઈકા અરોરાની નકલ કરી રહી છે અને અર્જુન કપૂરને સંબોધી રહી છે.

 

રાખી સાવંત નો વીડીયો 

રાખી સાવંતનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે રાખી સાવંત પહેલા પાપારાઝીને જોઈને પોઝ આપે છે અને પછી મલાઈકા અરોરા ની ચાલ ની એક્ટિંગ કરવા લાગે છે. રાખી મલાઈકાની નકલ કરે છે અને તેની જેમ ચાલે છે અને મલાઈકા જેવા જ ચહેરાના હાવભાવ સાથે પોઝ આપવાનો પ્રયાસ કરે છે. આ પછી રાખી કહે છે- ‘હું અર્જુન… અર્જુનને મળવા જઈ રહી છું. મારા કરણ અર્જુન મારી સાથે જ છે.’

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

રાખી સાવંત થઇ ટ્રોલ 

રાખી સાવંત ના આ વીડિયો પર એક ટ્રોલએ લખ્યું કે, ‘ઔકાત ની બહાર મજાક ના કરો.’ અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘મલાઈકા એક બ્રાન્ડ છે, આવું ન કરો. પાપારાઝીએ આને કવર કરવાનું બંધ કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે, હાલમાં જ તનુશ્રી દત્તાએ રાખી સાવંત વિરુદ્ધ FIR નોંધાવી છે.

આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પાન મસાલા ની જાહેરાત માં અક્ષય કુમાર ને જોયા બાદ અભિનેતા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો, ખિલાડી કુમારે સ્પષ્ટીકરણ આપતા કહી આ વાત