News Continuous Bureau | Mumbai
Randeep hooda: રણદીપ હુડ્ડા ભારતીય સ્વતંત્રતા સેનાની અને સુધારક વિનાયક દામોદર સાવરકર પરની બાયોપિક ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં જોવા મળ્યો હતો. જેમાં રણદીપે સાવરકરની મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તેમની 141મી જન્મજયંતિ પર, રણદીપ હુડ્ડા એ આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલની મુલાકાત લીધી, જ્યાં સાવરકરને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. આ સાથે રણદીપ ની પત્ની લીન લેશરામ પણ જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો: Uorfi javed: પાપી પેટ માટે નોકરી શોધવા નીકળી ઉર્ફી જાવેદ! સોશિયલ મીડિયા પર અભિનેત્રી નો બાયોડેટા થયો વાયરલ
રણદીપ હુડ્ડા એ લીધી સેલ્યૂલર જેલ ની મુલાકાત
મીડિયા સાથે ની વાતચીત દરમિયાન રણદીપ હુડ્ડાએ કહ્યું, ‘વીર સાવરકરની વાર્તા વાંચતી વખતે અને તેને પડદા પર મૂકતી વખતે તેમાં મારી સંડોવણી ઘણી વધી ગઈ છે. વીર સાવરકર જીના સારને સમજનારા લોકો તરફથી મને પ્રશંસા મળે છે ત્યારે તે ખૂબ જ સારું લાગે છે. મેં તેની વાર્તાને ખૂબ જ સારી અને શક્તિશાળી રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. આજે આપણે અહીં સેલ્યુલર જેલમાં આવ્યા છીએ, જ્યાં વિનાયક જીને સજા કરવામાં આવી હતી. 50 વર્ષની આજીવન કેદ… તમામ શક્તિશાળી ક્રાંતિકારીઓને અંગ્રેજોએ દેશથી દૂર એકાંત કેદમાં રાખ્યા હતા અને આ તે સ્થાન છે…’.
#WATCH | Port Blair, Andaman and Nicobar Islands: Actor Randeep Hooda visited the Cellular Jail ahead of Indian freedom fighter and reformer Vinayak Damodar Savarkar’s 141st birth anniversary.
Randeep Hooda played the character of Savarkar in his biopic ‘Swatantrya Veer… pic.twitter.com/oJbPFmsmVT
— ANI (@ANI) May 27, 2024
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ આ વર્ષે 22 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હવે વીર સાવરકરની 141મી જન્મજયંતિ પર 28મી મેના રોજ Zee5 પર પ્રીમિયર થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)