News Continuous Bureau | Mumbai
રાની મુખર્જી અને કરણ જોહર મુંબઈમાં આગામી ફિલ્મ, મિસિસ ચેટર્જી Vs નોર્વેની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. રાનીની આગામી ફિલ્મ માટે કરણ જોહર ખૂબ જ ખુશ હતો.આ ઈવેન્ટની સૌથી રસપ્રદ વાત એ હતી કે કરણે ખાસ ઈવેન્ટ હોસ્ટ કરી હતી. આ દરમિયાન તેણે રાની મુખર્જીના જોરદાર વખાણ કર્યા હતા. સ્ટેજ પર આવતા જ રાની ઈમોશનલ થઈ ગઈ અને એક્ટ્રેસ કરણ જોહરના પગે લાગી હતી. તમને જણાવી દઈએ કે રાનીએ 1997માં ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’થી અભિનયની શરૂઆત કરી હતી. રાનીને કરણ જોહરની ‘કુછ કુછ હોતા હૈ’ થી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં તેણે કોલેજ સ્ટુડન્ટ ટીનાની ભૂમિકા ભજવી હતી.
વિડીયો થયો વાયરલ
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને બધાને આકર્ષી રહ્યો છે. આ ઈવેન્ટમાં રાની ઓફ-વ્હાઈટ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. , આ ઈવેન્ટમાં રાની મુખર્જી અને સાગરિકા ચક્રવર્તી પહેલીવાર એકબીજાને મળ્યા હતા. તેમને મળ્યા બાદ રાની ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.અને સ્ટેજ ઉપર જ રડવા લાગી હતી. કરણ જોહર તેને સંભાળવાની કોશિશ કરે છે. પરંતુ, તેના આંસુ રોકાવાનું નામ નથી લેતા. સાગરિકા ચક્રવર્તીએ તેને ગળે લગાવતા જ તેના ચહેરા પર સ્મિત આવી જાય છે. તમને જણાવી દઈએ કે, રાની મુખર્જી ની આગામી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ ની વાર્તા સાગરિકા ચક્રવર્તીના પુસ્તક પર આધારિત છે
View this post on Instagram
આ તારીખે રિલીઝ થશે ફિલ્મ મિસ્ટર ચેટર્જી વર્સીસ નોર્વે
ફિલ્મ વિશે વાત કરીએ તો,મિસ્ટર ચેટર્જી વર્સીસ નોર્વે 17 માર્ચ, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આશિમા છિબ્બરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આમાં અનિર્બાન ભટ્ટાચાર્ય, જીમ સરભ અને નીના ગુપ્તાએ મહત્વની ભૂમિકા ભજવી છે.