Ranveer singh: પકડાઈ ગઈ રણવીર સિંહ ની ચોરી! કોફી વિથ કરણ માં દીપિકા પાદુકોણ સાથે ની પ્રથમ મુલાકત વિશે અભિનેતા એ કહી એવી વાત કે થઇ ગયો ટ્રોલ

Ranveer singh: 'કોફી વિથ કરણ'ની સીઝન 8 નો પ્રથમ એપિસોડ સ્ટ્રીમ થઇ ચુક્યો છે. આ શો ના પહેલા ગેસ્ટ રણવીર અને દીપિકા હતા. હવે આ શો ની જૂની વીડિયો ક્લિપ ચર્ચામાં આવી છે અને તેનું કારણ બીજું કોઈ નહીં પણ રણવીર સિંહ છે. ચાલો જાણીયે તે કલીપ માં શું છે.

by Zalak Parikh
Ranveer singh describe first meeting with anushka sharama and deepika padukone in same manner

News Continuous Bureau | Mumbai 

Ranveer singh: ‘કોફી વિથ કરણ’ની 8મી સીઝન નો પહેલો એપિસોડ સ્ટ્રીમ થઇ ચુક્યો છે આ શો માં બોલિવૂડ નું પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પ્રથમ મહેમાન બન્યા હતા. આ દરમિયાન આ કપલે તેમના અંગત જીવન ને લગતા ઘણા રહસ્યો ખોલ્યા હતા.આ દરમિયાન કરણ જોહરે બન્ને ને રસપ્રદ સવાલ પૂછ્યા હતા. આ શો માં રણવીર દીપિકા એ તેમની લવ સ્ટોરી સંભળાવી હતી કે તેમની પ્રથમ મુલાકાત ક્યાં અને કેવી રીતે થઇ હતી. હવે આ જોયા અને સાંભળ્યા બાદ લોકો રણવીર સિંહ ને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. કારણ કે રણવીર સિંહે આ જ શો માં તેની પ્રથમ ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા વિશે પણ એવો જ અનુભવ કરતો હતો જે દીપિકા સમયે કરતો હતો. હવે આ શોમાંથી રણવીર સિંહ ની જૂની કલીપ વાયરલ થઇ રહી છે. 

 

રણવીર સિંહે કર્યા હતા અનુષ્કા ના વખાણ 

જ્યારે રણવીર સિંહે કરણ જોહરના શો કોફી વિથ કરણ સીઝન 8 માં તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે ની પ્રથમ મુલાકાત ની વાર્તા સંભળાવી ત્યારે તેના ઘણા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. નેટીઝન્સ જૂના વીડિયો શેર કરીને અભિનેતાની ટીકા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેણે પોતાની જૂની લવ સ્ટોરી ફરી સંભળાવી છે. વર્ષ 2011માં રણવીર સિંહ સેલિબ્રિટી ચેટ શોમાં અનુષ્કા સાથે આવ્યો હતો અને તે દરમિયાન પણ તેણે અનુષ્કા ના વખાણ કર્યા હતા. આ શોમાં રણવીર સિંહે કહ્યું હતું કે, ‘મેં ‘રબ ને બના દી જોડી’ જોઈ અને અનુષ્કાથી સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગયો. તે પછી અમે ડિનર માટે સાથે બહાર જઈએ છીએ, હું આ મોડલ સાથે હતો અને હું ફક્ત અનુષ્કા વિશે જ વાત કરી રહ્યો હતો… તમે જાણો છો કે દરવાજા ઘણા મોટા હતા, તે દરવાજા ખોલે છે. પવનનો એક ઝાપટો સીધો મારા ચહેરા પર ફૂંકાય છે અને અનુષ્કા શર્મા મારી સામે ઉભી છે. આ સાંભળીને અનુષ્કાએ વિચિત્ર પ્રતિક્રિયા આપી અને કહ્યું ઓહ…!’

આ જ રીતે રણવીરે કર્યા દીપિકા ના વખાણ 

રણવીરે કોફી વિથ કરણ ના તાજેતર ના એપિસોડ માં સમાન લાઈન સાથે તેજ શૈલી માં કહ્યું કે, ‘તે દરમિયાન ‘કોકટેલ’ રિલીઝ થઈ હતી અને તે ફિલ્મમાં દીપિકાના કામથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. આ પછી એક દિવસ હું સંજય લીલા ભણસાલી ના ઘરે બેઠો હતો. આ દરમિયાન દીપિકા તેના ઘરના મોટા દરવાજામાંથી પ્રવેશી. તે દરિયા કિનારે આવેલ હોવાથી પવન ફૂંકાયો હતો. દીપિકા પાદુકોણે સફેદ ચિકનકારી કુર્તો પહેર્યો હતો અને તે સાદગીની મુરત લાગી રહી હતી. આમ આ રીતે રણવીર સિંહ ના મન માં અનુષ્કા અને દીપિકા બન્ને માટે સમાન હવા ના ઝોંકા ની ફાઈલિંગ આવી હતી. હવે આ જૂની વિડીયો કલીપ શેર કરી લોકો રણવીર સિંહ ની ઠેકડી ઉડાવી રહ્યાં છે. 

આ સમાચાર પણ વાંચો : Rhea chakraborty: રિયા ચક્રવર્તીએ વર્ષો પછી કર્યો ખુલાસો, જાણો અભિનેત્રી એ જેલમાં કેવી રીતે વિતાવ્યા 28 દિવસ અને કેવું હતું કેદીઓ નું વર્તન

Join Our WhatsApp Community

You may also like