Site icon

Rashmika mandanna: રશ્મિકા મંદન્ના ના બોલ્ડ વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર સનસનાટી,જાણો શું છે વિડીયો ની હકીકત

Rashmika mandanna: નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રી રશ્મિકા મંદન્ના ટૂંક સમયમાં જ રણબીર કપૂર સાથે ફિલ્મ એનિમલમાં જોવા મળશે. આ દરમિયાન, રશ્મિકા નો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ખુબજ બોલ્ડ છે. હવે લોકો આ નકલી વિસીયો સામે કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે.

rashmika mandanna fake video viral on social media

rashmika mandanna fake video viral on social media

News Continuous Bureau | Mumbai

Rashmika mandanna: રશ્મિકા મંદન્ના ની ગણતરી સાઉથ ની સુપરસ્ટાર અભિનેત્રી માં થાય છે. સાઉથ પછી રશ્મિકા એ બોલિવૂડ માં પણ પોતાનું નામ બનાવ્યું છે. રશ્મિકા ને નેશનલ ક્રશ નું પણ બિરુદ મળેલું છે. આ દિવસોમાં રશ્મિકા રણબીર કપૂર સાથેની ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેનો એક ‘બોલ્ડ વીડિયો’ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં રશ્મિકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે, જેને જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે, જોકે રશ્મિકા નો આ વીડિયો નકલી છે.  

Join Our WhatsApp Community

 

રશ્મિકા નો નકલી વિડીયો 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં રશ્મિકા બ્લેક ડ્રેસમાં જોવા મળે છે અને તે લિફ્ટ માં પ્રવેશતી જોવા મળે છે. આ વિસીયોમાં રશ્મિકા ખુબજ બોલ્ડ કપડામાં જોવા મળે છે. રશ્મિકા નો આ વિડીયો વાયરલ થયા બાદ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. તમને જાણવી દઈએ કે, રશ્મિકા નો આ વિડીયો  નકલી છે જેને એડિટ કરવામાં આવ્યો છે. 

ઝારા પટેલ નો છે આ વિડીયો 

વીડિયોમાં દેખાતી છોકરી રશ્મિકા મંદન્ના નહીં પરંતુ તે ડીપફેક એડિટેડ વીડિયો છે. વાસ્તવમાં આ વીડિયો ઝારા પટેલનો છે. ઝારાએ આ વીડિયો 9 ઓક્ટોબર, 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો કોઈએ રશ્મિકા મંદન્ના સાથે ઝારાનો એલિવેટર વીડિયો ડીપફેક એડિટ કર્યો છે. 


સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ લોકો ગુસ્સે થઈ ગયા. ઘણા વપરાશકર્તાઓએ ધ્યાન દોર્યું છે કે આ એક AI જનરેટેડ વીડિયો છે અને ક્લિપમાં દેખાતી મહિલા રશ્મિકા નથી. ઘણા યુઝર્સે માત્ર વ્યૂઝ મેળવવા માટે આવા વીડિયો બનાવનારાઓની ટીકા કરી હતી. યુઝર્સના એક વર્ગે મહિલા રશ્મિકા હોવાનો દાવો કરીને તેને અપલોડ કરનારાઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Elvish yadav: રેવ પાર્ટી નું આયોજન કરવા અને વિદેશી છોકરીઓ સાથે ઝેરી સાપ લાવનાર ફરાર આરોપી એલ્વિશ યાદવે શેર કર્યો વિડિયો, પોતાના બચાવમાં કહી આ વાત

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version