રશ્મિકા મંદન્નાએ બોલિવૂડ ના આ અભિનેતાની કરી પ્રશંસા, જણાવ્યો તેને એક મજબૂત અભિનેતા અને અદભુત માણસ

નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાએ તાજેતરમાં રણબીર કપૂરની પ્રશંસા કરતા કહ્યું કે તે એક તેજસ્વી અભિનેતા અને અદભૂત માણસ છે.

by Zalak Parikh
rashmika mandanna praised this bollywood actor called him a strong actor and a wonderful person

News Continuous Bureau | Mumbai

રશ્મિકા મંદન્ના નેશનલ ક્રશ તરીકે પણ ઓળખાય છે. અભિનેત્રી પોતાની સુંદર અભિનયથી લાખો દિલો પર રાજ કરે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ડેબ્યુ કર્યા પછી, તે ટૂંક સમયમાં સુપરસ્ટાર રણબીર કપૂર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. ફિલ્મ ‘એનિમલ’માં રશ્મિકા મહત્વના રોલમાં છે. હાલમાં જ તેણે આ ફિલ્મને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

રશ્મિકા એ ફિલ્મ એનિમલ ના અનુભવ પર કરી વાત 

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને હવે તે હૈદરાબાદ પરત ફરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી સ્ટોરીમાં તેણે ફિલ્મના એક્ટર રણબીર કપૂરના પણ વખાણ કર્યા છે. તેણે તેને એક મજબૂત અભિનેતા અને અદ્ભુત માણસ ગણાવ્યો છે. આ ઇન્સ્ટા સ્ટોરીમાં તેણે ફિલ્મ વિશે પણ વાત કરી હતી. અભિનેત્રીએ લખ્યું, “આ ફિલ્મ મારી પાસે અચાનક આવી ગઈ. મને આશ્ચર્ય થયું પણ હું ‘એનિમલ’ માટે ખરેખર ઉત્સાહિત પણ હતી. અલબત્ત હું આખી ટીમ સાથે કામ કરવા માંગતી હતી. મને લાગે છે કે મેં આ ફિલ્મ માટે લગભગ 50 દિવસ સુધી શૂટિંગ કર્યું છે.’તેણે વધુમાં ઉમેર્યું, “હવે જ્યારે શૂટિંગ પૂરું થઈ ગયું છે, ત્યારે મને એક ખાલીપો લાગે છે. આખી ટીમ સુંદર હતી. સેટ પર કામ કરતા લોકો ખૂબ જ પ્રોફેશનલ અને દયાળુ હતા. મેં તેમને ઘણી વખત કહ્યું કે હું 1000 વખત પણ બધા સાથે કામ કરવા તૈયાર છું.

રશ્મિકા એ રણબીર કપૂર વિશે કહી આ વાત 

રશ્મિકાએ ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાના વખાણ કર્યા અને કહ્યું કે જો આવતીકાલે કોઈ ફિલ્મ કે ફિલ્મમાં તેનો અભિનય લોકોને ગમશે તો તેનો સંપૂર્ણ શ્રેય ડિરેક્ટરને જાય છે, તેણે તેના કો-સ્ટાર રણબીર કપૂર વિશે કહ્યું કે પ્રથમ વખત તેની સાથે કામ કરવા ને લઇ ને તે  ખૂબ જ નર્વસ હતી., પરંતુ.. ભગવાને તેને બનાવવા માટે સંપૂર્ણ સમય આપ્યો છે. તે એક તેજસ્વી અભિનેતા અને અદભૂત માણસ છે. અભિનેત્રીએ જણાવ્યું કે ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, તેણે અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરની પણ પ્રશંસા કરી.

આ સમાચાર પણ વાંચો: નથી અટકી રહ્યો ‘આદિપુરુષ’ નો વિવાદ, ફિલ્મને લઈને નેપાળમાં થયો હંગામો, કાઠમંડુ પછી બીજા શહેર માં પણ હિન્દી ફિલ્મો પર લાગ્યો પ્રતિબંધ

Join Our WhatsApp Community

You may also like