Site icon News Continuous Bureau | Mumbai

Saif Ali Khan: સૈફ અલી ખાન ની મુશ્કેલી વધી, અભિનેતા ની આટલી સંપત્તિ માં નીકળ્યું પાકિસ્તાની કનેક્શન, જાણો શું પગલાં લેશે સરકાર

Saif Ali Khan: સૈફ અલી ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. અભિનેતા ની ત્રણ સંપત્તિ માં પાકિસ્તાન કનેક્શન નીકળ્યું છે. સૈફ ની ભોપાલ, સિહોર અને રાયસેન ની કરોડોની મિલ્કતો હવે સરકારના કબજામાં છે.

Saif Ali Khan Properties Declared Enemy Property Due to Pakistani Connection

Saif Ali Khan Properties Declared Enemy Property Due to Pakistani Connection

News Continuous Bureau | Mumbai

Saif Ali Khan:  બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન ની ત્રણ મિલ્કતોને લઈને મોટો ખુલાસો થયો છે. ગૃહ મંત્રાલયના શત્રુ સંપત્તિ સંરક્ષક (CEPI) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભોપાલ, સિહોર અને રાયસેન માં આવેલી કરોડોની મિલ્કતો હવે શત્રુ સંપત્તિ તરીકે ઘોષિત કરવામાં આવી છે. આ મિલ્કતો નવાબ હમીદુલ્લા ખાનની પુત્રીઓ – આબિદા અને આફતાબ બેગમ – જે પાકિસ્તાનની નાગરિક હતી, તેમની હિસ્સેદારીમાં હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: PM Modi Meets Aamir Khan: નરેન્દ્ર મોદી ને મળ્યો આમિર ખાન, બોલિવૂડ સુપરસ્ટાર ને મળતા જ પીએમ મોદી એ પૂછ્યો આવો સવાલ

CEPI દ્વારા 8 મેના પત્રમાં ખુલાસો

8 મે 2025ના પત્રમાં CEPI એ જણાવ્યું કે આ મિલ્કતો હવે શત્રુ સંપત્તિ તરીકે ગણાય છે. આ માહિતી સામાજિક કાર્યકર અમિતાભ અગ્નિહોત્રીની ફરિયાદના આધારે બહાર આવી છે. CEPIની ટીમ હાલ સર્વે કરી રહી છે અને 1949ના મર્જર એગ્રીમેન્ટની નકલ માંગવામાં આવી છે.MHAના રિપોર્ટ મુજબ, ભારતમાં કુલ 12,983 શત્રુ સંપત્તિઓ છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશ (5688) અને પશ્ચિમ બંગાળ (4354)માં છે. આ તમામ મિલ્કતો CEPIના નિયંત્રણ હેઠળ છે અને સરકાર તેને વેચી કે લીઝ પર આપી શકે છે.


શત્રુ સંપત્તિ એ એવી મિલકત છે જે લોકો ભારત છોડીને પાકિસ્તાન અથવા ચીન ગયા બાદ અહીં રહી ગઈ હતી. 1968ના કાયદા મુજબ, આવી મિલકત પર તેમના વારસદારોનો કોઈ હક નથી, ભલે તેઓ ભારતીય નાગરિક બની ગયા હોય. 2017ના સુધારા પછી, આવા વારસદારોને વળતર પણ મળતું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version