Salim khan on arbaaz khan marriage: અરબાઝ ખાન ના બીજા લગ્ન પર પિતા સલીમ ખાને તોડ્યું મૌન, આપી આવી પ્રતિક્રિયા

Salim khan on arbaaz khan marriage: 24 ડિસેમ્બરે સલીમ ખાન ના દીકરા અરબાઝ ખાને લગ્ન કર્યા હતા. હવે અરબાઝ ખાન ના બીજા લગ્ન પર પિતા સલીમ ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે.

by Zalak Parikh
salim khan break silence on arbaaz khan second marriage

News Continuous Bureau | Mumbai

Salim khan on arbaaz khan marriage: સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહ અરબાઝ ખાન ની બહેન અર્પિતા ના ઘરે યોજાયો હતો, આ લગ્ન સમારોહ અરબાઝ ખાન ના પરિવાર વાળા અને ફ્રેન્ડ્ઝ ની હાજરી માં થયા હતા. હવે અરબાઝના પિતા સલીમ ખાને તેના બીજા લગ્ન પર મૌન તોડ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : 12th fail: થિયેટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘12મી ફેલ’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિક્રાંત મેસી ની ફિલ્મ

સલીમ ખાને અરબાઝ ખાન ના લગ્ન પર આપી પ્રતિક્રિયા 

મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં સલીમ ખાને તેમના પુત્ર અરબાઝ ખાનના બીજા લગ્ન પર કહ્યું, ‘તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. મારા મતે આ ગુનો નથી. હું તેમના માટે ખુશ છું અને વર-કન્યાને મારા આશીર્વાદ આપ્યા છે.’ વધુમાં, સલીમ ખાને કહ્યું, ‘મને નથી લાગતું કે ચર્ચાની કોઈ જરૂર હતી. તે યુવાન, શિક્ષિત અને પરિપક્વ છે અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. તેઓ ખુશ હોય તો બીજું કંઈ મહત્વ ની નથી. તેણે હમણાં જ મને કહ્યું કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે, અને મેં કહ્યું ઠીક છે. તેમના મતે, કોઈના જીવનમાં દખલ ન કરવી તે વધુ સારું છે કારણ કે તે સમસ્યાઓનું કારણ બને છે.’

Join Our WhatsApp Community

You may also like