Site icon

Tiger 3 trailer: સલમાન ખાન સ્ટારર ફિલ્મ ટાઇગર 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, કેટરીના કૈફ ના એક્શન અવતારે ખેંચ્યું લોકોનું ધ્યાન

Tiger 3 trailer: સલમાન ખાન ની બહુચર્ચિત ફિલ્મ 'ટાઈગર 3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના આ ટ્રેલરમાં કેટરીના કૈફ એક્શન અવતારમાં જોવા મળી હતી

salman khan and katrina kaif starr film tiger 3 trailer out

salman khan and katrina kaif starr film tiger 3 trailer out

News Continuous Bureau | Mumbai 

Tiger 3 trailer: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફ તેમની ફિલ્મ ‘ટાઈગર 3’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. હવે જેની દર્શકો આતુરતાથી રાહ જોતા હતા તે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મના આ ટ્રેલરમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ના એક્શન અવતારે ઈન્ટરનેટ પર  ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ ‘ટાઈગર 3’નું આ ટ્રેલર જોયા બાદ હવે ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

 

ટાઇગર 3 નું ટ્રેલર 

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના આ ટ્રેલરમાં ઘણા બધા એક્શન સીન્સ જોવા મળી રહ્યા છે. આ વખતે ટાઈગર દેશની સાથે સાથે તેના પરિવાર માટે પણ લડતો જોવા મળશે. આ વખતે ટાઇગર 3માં વિલનની ભૂમિકા ઇમરાન હાશ્મીએ ભજવી છે.ફિલ્મના આ ટ્રેલરમાં સલમાન  ખાન અને કેટરિના કૈફની અલગ-અલગ સ્ટાઈલ જોઈ શકાય છે. કેટરિના કૈફ ના એક્શન સીન્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ટ્રેલર માં એક્શનની સાથે સાથે ઈમોશનથી ભરપૂર સીન પણ જોવા મળ્યા હતા.

 ટાઇગર 3 ની રિલીઝ ડેટ 

સલમાન ખાન, કેટરિના કૈફ ને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ટાઈગર 3’ તેનું ટ્રેલર રિલીઝ થયા બાદ ચર્ચામાં છે. હવે ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનની આ ફિલ્મ દિવાળી પર એટલે કે 12 નવેમ્બર 2023ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરવા જઈ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: મલાઈકા અરોરા બાદ રાખી સાવંતે ઉતારી આ અભિનેત્રી ની નકલ, વિડીયો જોઈ તમે પણ હસવું નહીં રોકી શકો

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version