News Continuous Bureau | Mumbai. Salman khan give this answer regarding marriage in new ad
બોલિવૂડનો ભાઈજાન સલમાન ખાન તેની ફિલ્મોમાં તેની જબરદસ્ત એક્શન અને તેની રોમેન્ટિક શૈલી માટે જાણીતો છે. હવે તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક સવાલનો જવાબ આપી રહ્યો છે કે લગ્ન થઈ ગયા છે. પરંતુ અંતે તે તેના જવાબને સંપૂર્ણપણે ટ્વિસ્ટ કરે છે. જે બાદ ફેન્સ કોમેન્ટ કરીને પોતાનો ફની રિસ્પોન્સ આપી રહ્યા છે.
વાત એમ છે કે, અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના એક જાહેરાતનો વીડિયો શેર કર્યો હતો, જેમાં ડબલ રોલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અભિનેતા તેની ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'માં પોતાના પાત્ર પ્રેમ સાથે વાત કરતો જોવા મળે છે. મહેમાનોથી ભરેલા રૂમમાં ઉભા રહેતા પ્રેમ અને સલમાન ખાન એકબીજા સામે જોઈને હસતા હોય છે.આ વીડિયોમાં પ્રેમ સલમાનને અનેક સવાલો પૂછે છે અને પછી પૂછે છે, અને લગ્ન? આના જવાબમાં સલમાને કહ્યું, ' થઈ ગયું.' ચોંકીને પ્રેમે પૂછ્યું, થઈ ગયું. જેના પર અભિનેતા કહે છે, તમારી બધી ગર્લફ્રેન્ડ નું.સોશિયલ મીડિયા પર આ વીડિયો આવ્યા બાદ ફેન્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રીઓના નામનું ઉદાહરણ આપતા એક યુઝરે લખ્યું કે, તમામ ગર્લફ્રેન્ડના લગ્ન થઈ ગયા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, શું પોઇન્ટ માર્યો છે સર .
સલમાન ખાન ના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે RAW એજન્ટના રોલમાં જોવા મળી શકે છે, જ્યારે અભિનેત્રી કેટરિના કૈફ ISIના રોલમાં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.Salman khan give this answer regarding marriage in new ad