News Continuous Bureau | Mumbai
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આમિરે ‘ચેમ્પિયન’ ફિલ્મ સલમાન ખાનને ઓફર કરી છે. જો કે, તાજેતરના મીડિયા અહેવાલમાં ફિલ્મ ઉદ્યોગના એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સલમાન ખાને ફિલ્મની સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોની માંગ કરી છે.
સલમાને કરી સ્ક્રિપ્ટ માં ફેરફાર ની માંગ
એક સૂત્રએ જણાવ્યું હતું કે, “આમિરે થોડા સમય પહેલા જ સલમાનને આરએસ પ્રસન્નાની ફિલ્મ ઓફર કરી હતી કારણ કે તેને લાગ્યું હતું કે સલમાન આ રોલ માટે પરફેક્ટ છે અને તેને સ્ક્રીન પર ઉતારી શકે છે.” આ ઓફર બાદ સલમાને પણ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો, પરંતુ હવે ઓરિજિનલ સ્પેનિશ ફિલ્મ જોયા બાદ કેટલાક ફેરફારો સૂચવ્યા છે. આમિર અને દિગ્દર્શક સલમાન જે બદલાવ માંગે છે તેનાથી ખુશ નથી. તે જ સમયે, સલમાન પણ આ ફિલ્મને લઈને બહુ આશાવાદી નથી.સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે સલમાને ઔપચારિક રીતે ફિલ્મમાં અભિનય કરવાનો ઇનકાર કર્યો નથી, પરંતુ એવું લાગે છે કે તે આ ફિલ્મ કરવા માંગતો નથી.
સલમાન ખાન ના આગામી પ્રોજેક્ટ
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સલમાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ને કારણે ચર્ચામાં છે. તેની ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. તેનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. સલમાન ઉપરાંત, તેમાં પૂજા હેગડે, વેંકટેશ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત સલમાન ખાન ની ‘ટાઇગર 3’ પણ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.