News Continuous Bureau | Mumbai
Salman khan dance video: સલમાન ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ટીઝર સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે દિલાવીના અવસર પર રિલીઝ થશે. આ બધાની વચ્ચે સલમાન ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન એક ખાનગી કાર્યક્રમ માં ડાન્સ કરતો જોવા મળે છે આ વીડિયોમાં સલમાનને જોઈને ઘણા ફેન્સ ચિંતિત છે અને તેમને લાગે છે કે સલમાનની હાલત ખરાબ છે.
સલમાન ખાન નો વિડીયો થયો વાયરલ
દિલ્હીમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં સલમાન ખાને શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. તેની ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સલમાન ખાને પોતાના હિટ ગીતો પર ડાન્સ કર્યો. સ્ટેજ પર, સલમાન શિમર જેકેટ અને બ્લેક આઉટફિટ પહેરીને ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો છે. સલમાને હૂક સ્ટેપ્સ કરીને ચાહકોનું મનોરંજન કર્યું હતું. પરંતુ આ વીડિયો જોયા બાદ તેના ફેન્સને અભિનેતાની ચિંતા થવા લાગી. ચાહકોએ સલમાનને વિવિધ પ્રશ્નો પૂછ્યા. કેટલાક યુઝર્સે તેને આરામ કરવાની સલાહ પણ આપી છે.
Last Night Salman Bhai Performance In Delhi#SalmanKhan #Tiger3 #SKFCDelhi pic.twitter.com/sek24y6PGJ
— Salman Khan FC Delhi (@SkfcDelhi) October 1, 2023
સલમાન ખાન ના આ વાયરલ થયેલા વીડિયો પર કમેન્ટ કરતાં સલમાનના એક ફેને લખ્યું- ‘સલમાન વીડિયોમાં થાકેલો અને અનફિટ લાગે છે’. આ સાથે ઘણા લોકોએ સલમાન ખાનને સલાહ આપી છે કે તેણે ‘ટાઈગર 3’ પછી બ્રેક લેવો જોઈએ. મોટાભાગના યુઝર્સે સલમાનને થાક અને વધુ પડતો વર્કલોડ ઓછો કરવાની સલાહ આપી હતી. તે જ સમયે, કેટલાક યુઝર્સે તને ડાન્સ જેવી વસ્તુઓ કરવા ના કરવાની પણ સલાહ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Anushka sharma: શું બીજી વખત માતા બન્યા બાદ અનુષ્કા શર્મા કહેશે એક્ટિંગ કરિયર ને અલવિદા? અભિનેત્રી નો જૂનો વિડીયો થયો વાયરલ