News Continuous Bureau | Mumbai
Sanjay Dutt Daughter Trishala: સંજય દત્ત પોતાની પર્સનલ લાઈફ ને લઈને ઘણીવાર ચર્ચામાં આવ્યો છે. સંજય દત્તે ત્રણવાર લગ્ન કર્યા છે. પહેલીવાર તેને રિચા ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. તેની અને રિચા ચઢ્ઢા ની એક દીકરી છે જેનું નામ ત્રિશલા છે. સંજય દત્ત ની દીકરી ત્રિશલા બોલિવૂડ ની ચકા ચોંઘ થી દૂર છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા પોસ્ટ કરતી રહે છે. આ સાથે તે ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી સેશન દ્વારા ચાહકો સાથે વાત પણ કરે છે. આસ્ક મી સેશન દરમિયાન ત્રિશલા એ તેના ચાહકો સમક્ષ માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ત્રિશલા દત્ત એ વ્યક્ત કરી માતા બનવાની ઈચ્છા
આસ્ક મી સેશન દરમિયાન એક ફેને સંજય દત્તની દીકરી ત્રિશલા ને એક સવાલ પૂછ્યો , “શું તમે ક્યારેય સંતાન ઈચ્છો છો, આ અંગે તમારી શું યોજના છે, શું તમે તમારા મનમાં કોઈ નામ વિચાર્યું છે?” આના પર ત્રિશાલાએ જવાબ આપ્યો, “મારે એક બાળક જોઈએ છે અને તેના માટે મારી પાસે એક પ્લાન છે. મેં તેમના માટે નામો પણ વિચાર્યા છે. જો ભગવાને મારા માટે આ બધું આયોજન કર્યું છે, તો હું ચોક્કસ એક દિવસ માતા બનીશ.”
View this post on Instagram
તમને જણાવી દઈએ કે સંજય દત્તની દીકરી ત્રિશલા 35 વર્ષ ની છે અને હજુ સુધી તે કુંવારી છે. ત્રિશલા હાલ ન્યૂયોર્કમાં સ્થાયી થઈ ગઈ છે.સંજય દત્ત તેની પુત્રી ત્રિશલા ને મળવા અવારનવાર અમેરિકા જાય છે.
આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં ઝીનત અમાને ખોલી ઘણી પોલ, રિશી કપૂર સિવાય નીતુ કપૂર ને આ અભિનેતા પર હતો ક્રશ