News Continuous Bureau | Mumbai
Sanjay dutt:સંજય દત્ત બોલિવૂડ નો સફળ અભિનેતા માનો એક છે. સંજય દત્તે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો આપી છે. સંજય દત્તે પોતાના જીવન નો મહત્વ નો પડાવ જેલ માં વિતાવ્યો હતો. જે સંજય દત્ત ના જીવન નો સૌથી ખરાબ સમય હતો.સંજય દત્ત પર 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ હતો. આ પછી તેને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી અને જેલમાં મોકલવામાં આવ્યો. હવે ભૂતપૂર્વ IPS અધિકારી એ ખુલાસો કર્યો કે સંજય દત્તે જેલમાં પોતાના દિવસો કેવી રીતે વિતાવ્યા.
સંજય દત્ત જેલમાં કરતો હતો કામ
જ્યારે સંજય દત્ત ને જેલ માં મોકલવામાં આવ્યો ત્યારે પૂર્વ આઈપીએસ અધિકારી મીરાં ચઢ્ઢા બોરવણકર એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ હતા. મીરાં ચઢ્ઢા બોરવણકરે એક પોડકાસ્ટ દરમિયાન જણાવ્યું હતું કે, ‘સંજય દત્ત સામાન્ય રીતે સારો હતો કારણ કે તેની પેરોલ જેલમાં તેના વર્તન પર આધારિત હતી. જો તેણે વર્તન સારું ના રાખ્યું હોત તો અમે તેને પેરોલની મંજૂરી આપી ન હોત. તે કામ પણ કરતો હતો અને બીડી અને સિગારેટ પણ ખરીદતો હતો. એકંદરે તેને સમજાયું કે તેનું વર્તન અહીં સારું હતું. મીરાં ચઢ્ઢા બોરવણકરે એ દાવાને નકારી કાઢ્યો હતો કે સંજય દત્તને જેલમાં વિશેષ સારવાર મળી હતી.
આ સમાચાર પણ વાંચો : Kashmiri Saffron : કેસરને કેમ કહેવાય છે લાલ સોનું? કેસર આટલું મોંઘું કેમ છે? જાણો કેસર વિશે આ રસપ્રદ વાતો….
મીરાં ચઢ્ઢા બોરવણકરના કહેવા પ્રમાણે, ‘સંજય દત્તને ડર હતો કે રસ્તામાં એન્કાઉન્ટરમાં માર્યો જશે. તે એટલો ડરી ગયો કે તેને પરસેવો આવવા લાગ્યો અને તેને તાવ હોવાની ફરિયાદ કરી. સંજય દત્તને એન્કાઉન્ટર વિશેની ખોટી માન્યતા અંગે કાઉન્સેલિંગ કર્યા બાદમાં તેને જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.’ તમને જણાવી દઈએ કે,સંજય દત્ત ને જેલમાં તેના સારા વર્તન ને કારણે તેને તેની સજાના 8 મહિના પહેલા જેલ માંથી છોડવામાં આવ્યો હતો.