News Continuous Bureau | Mumbai
આ દિવસોમાં બોલિવૂડથી લઈને સાઉથ સુધીની ઘણી મોટી ફિલ્મોની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. ઘણી ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે અને ઘણી રિલીઝ માટે તૈયાર છે. આ બધાની વચ્ચે તાજેતરમાં જ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ જબરદસ્ત હેડલાઇન્સમાં આવી છે. આ ફિલ્મનો ધમાકેદાર પ્રિવ્યૂ રિલીઝ કરવામાં આવ્યો છે અને આ સિવાય રિલીઝ થયેલા ગીતો પણ હિટ થયા છે. હવે ફરી એકવાર ‘જવાન’ ની એક કલીપ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે. આ કલીપ માં શાહરૂખના પાંચ લુક્સ સામે આવ્યા છે.
શાહરુખ ખાને શેર કર્યો જવાન નો લુક
શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ ‘જવાન’ નીએક કલીપ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ કલીપ માં મોશન પોસ્ટ શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં એક પછી એક શાહરૂખ ખાનના કુલ 5 લુક્સ સામે આવી રહ્યા છે. આ પાંચમાં શાહરૂખના માસ્કથી બાલ્ડ લુકનો સમાવેશ થાય છે. આમાં શાહરૂખનો ગ્રે હેર વાળો લુક પણ જોવા મળી રહ્યો છે.
ये तो शुरुआत है…. The Many Faces of Justice… ये तीर
है… अभी ढाल बाक़ी है.. . ये अंत है अभी काल बाक़ी है …ये पूछता है ख़ुद से कुछ….अभी जवाब बाक़ी है…#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/NSZdZtSHoe— Shah Rukh Khan (@iamsrk) August 25, 2023
શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ગીત
તમને જણાવી દઈએ કે શાહરુખની ફિલ્મના પ્રિવ્યૂ સિવાય ‘જવાન’ના બે ગીત ‘ઝિંદા બંદા’ અને ‘ચલેયા’ રિલીઝ થયા છે, જેને જબરદસ્ત વ્યુઝ મળ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત નયનતારા વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, યોગી બાબુ, અને સુનીલ ગ્રોવર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ કેમિયો કરતી જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : 69th National Film Awards 2023 : નેશનલ એવોર્ડ મળ્યા બાદ ખુશીથી ઝૂમી ઉઠ્યો ‘પુષ્પા’, અલ્લુ અર્જુનના સેલિબ્રેશનનો વીડિયો થયો વાયરલ