News Continuous Bureau | Mumbai
Shahrukh khan Dunki: વર્ષ 2023 માં શાહરુખ ખાન ની ત્રીજી ફિલ્મ ડંકી આવી રહી છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ પણ શરૂ થઇ ગયું છે. હવે સમાચાર છે કે કિંગ ખાનની ફિલ્મને તેની રિલીઝ પહેલા જ યુએઈના વોક્સ સિનેમામાં આયોજિત સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું છે. જે બાદ આ ફિલ્મને લઈને ચાહકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે.
શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું એડવાન્સ બુકીંગ
શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી એ અત્યાર સુધીમાં એડવાન્સ ટિકિટ બુકિંગ દ્વારા બોક્સ ઓફિસ પર લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ ની અત્યારસુધી 90 હજાર થી વધુ ટિકિટ વેચાઈ ચુકી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ રિલીઝ થવામાં હજુ 4 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.
#Dunki 1st Day Advance Booking Report in Hindi nett till 6:00 PM :-
Tickets sold : 93,671 tickets
Shows : 5333
Gross : 3.00 Cr+The king returned to his chair again. 🔥💥#DunkiAdvanceBooking pic.twitter.com/gca2mXB1JC
— SRKian BaBa 🐦 (@SRKian_BaBa) December 17, 2023
તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને સેન્સર બોર્ડ તરફ થી U/A સર્ટિફિકેટ મળ્યું છે. તેમજ ફિલ્મ ડંકી નો રનટાઈમ 2 કલાક 41 મિનિટનો હશે.
આ સમાચાર પણ વાંચોઃ Chris gayle on lutt putt gaya: ફિલ્મ ડંકી ના ગીત પર ક્રિસ ગેલે લગાવ્યા ઠુમકા,વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નો ડાન્સ જોઈ શાહરુખ ખાને આપી આવી પ્રતિક્રિયા