News Continuous Bureau | Mumbai
Shahrukh khan hospitalized: બોલીવુડ ( Bollywood ) ના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ને બીજા દિવસે પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા તેમની મેનેજર ( Manager ) પૂજા દદલાની ( Pooja dadlani ) એ કહ્યું કે તેઓ હવે ઠીક છે.
કિંગ ખાનના મેનેજરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતા પૂજા દદલાની એ લખ્યું – ‘હું મિસ્ટર ખાનના ફેન્સ અને શુભેચ્છકોને જણાવવા માંગુ છું કે તે હવે ઠીક છે. તમારા પ્રેમ, તમારી પ્રાર્થના અને તમારી ચિંતા માટે ખૂબ ખૂબ આભાર.
Shahrukh khan hospitalized: ડિહાઇડ્રેશનને કારણે તબિયત બગડી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે કે 22 મે, 2024ના રોજ શાહરૂખ ખાનની તબિયત હીટસ્ટ્રોકના કારણે બગડી હતી અને ડીહાઈડ્રેશનના કારણે તેમને અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બપોરે લગભગ 1 વાગ્યે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની પત્ની ગૌરી ખાન પણ સાંજ સુધીમાં હોસ્પિટલ પહોંચી હતી.
આ સમાચાર પણ વાંચો: Dombivli MIDC Blast : ડોમ્બિવલી MIDCમાં કેમિકલ કંપનીના બોઈલરમાં જોરદાર વિસ્ફોટ, આટલા લોકો જીવતા દાઝ્યા..
Shahrukh khan hospitalized: કિંગ ખાન પોતાની IPL ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો હતો
IPL ક્વોલિફાયર 1 મેચ 21 મે, 2024 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન પોતાની IPL ટીમ KKRને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. તે સ્ટેડિયમમાં પુત્ર અબરામ અને પુત્રી સુહાના ખાન સાથે ટીમને ચીયર કરતો જોવા મળ્યો હતો.