News Continuous Bureau | Mumbai
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને(Salman and Shahrukh) લઈને દરરોજ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. પરંતુ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે જાણી ને સલમાન અને શાહરૂખના ચાહકો ખુશીથી ઉછળી પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન અને શાહરૂખ ખાન ની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધૂમ(big screen) મચાવવા આવી રહી છે. અને આ બાબતે ખાસ વાત એ છે કે આ વખતે કોઈ કેમિયો રોલ નહીં, પરંતુ ફુલ ફિલ્મ બનવાની તૈયારી છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આદિત્ય ચોપરા(Aditya chopra)હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ પર ખાસ કામ કરી રહ્યા છે. તે જ સમયે, બંને સ્ટાર્સ સાથે આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પ્રોજેક્ટ વર્ષ 2023ના અંત સુધીમાં ફાઈનલ થઈ શકે છે, ત્યારબાદ તેનું શૂટિંગ (shooting)શરૂ થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને સુપરસ્ટાર્સે (superstars)ફિલ્મ માટે તેમની તારીખો પણ રિઝર્વ કરી છે જેથી બંને તે સમયે ફિલ્મને સમય આપી શકે.સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાન અને શાહરૂખની આ ફિલ્મ સૌથી મોટી એક્શન થ્રિલર (action thriller film)ફિલ્મ હશે. જે આદિત્ય ચોપરાના યશરાજ બેનર(YRF) હેઠળ બનશે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે આદિત્ય આ ફિલ્મનું નિર્દેશન પણ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આદિત્ય ચોપરા એક એવી એક્શન ફિલ્મ વિશે વિચારી રહ્યા છે, જે બોલિવૂડમાં એક્શન ફિલ્મની વ્યાખ્યા બદલી નાખશે. જો કે હજુ સુધી આ સમગ્ર મામલાને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : કોણ છે સિની શેટ્ટી જેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતવા માટે 31 સુંદરીઓને છોડી દીધી પાછળ-જાણો તે સુંદરી વિશે અને જુઓ તેના ફોટોગ્રાફ્સ
કરણ અર્જુનની(Karan arjun) ફિલ્મ શાહરૂખ ખાન અને સલમાન ખાનના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં આ બંને સુપરસ્ટાર પૂરા સમય માટે સાથે જોવા મળ્યા હતા. જો કે, આ પછી સલમાન અને શાહરૂખ ‘કુછ કુછ હોતા હૈ’, ‘હમ તુમ્હારે હૈ સનમ’, ‘હર દિલ જો પ્યાર કરેગા’, જેવી ફિલ્મોમાં કેમિયો રોલમાં કામ કરતા જોવા મળ્યા છે. પરંતુ જો આદિત્ય ચોપરાની આ ફિલ્મ બને તો લાંબા સમય બાદ શાહરૂખ ખાન અને સલમાન (salman Shahrukh together)ખાન એક ફુલ ટાઈમ ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે.