News Continuous Bureau | Mumbai
Sitaare Zameen Par: ફિલ્મ ‘સિતારે જમીન પર’ હાલમાં બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. આમિર ખાન ની આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ સરાહના મળી રહી છે. ગઈકાલે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર એ ફિલ્મ જોઈ અને પોતાની ભાવુક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ જીવનના મહત્વપૂર્ણ પાઠ પણ શીખવે છે.
આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par Box Office Collection: 6 દિવસે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે સિતારે જમીન પર, ફિલ્મે તેના બજેટ ની આટલા ટકા કરી લીધી કમાણી
ફિલ્મ જોઈને શશિ થરૂર થયા ભાવુક
શશિ થરૂર એ ફિલ્મ જોઈને કહ્યું કે, “આ એક ભાવનાત્મક અને હ્રદયસ્પર્શી ફિલ્મ છે. આમિર ખાન નો અભિનય હંમેશાની જેમ શ્રેષ્ઠ છે. ફિલ્મની વાર્તા ખૂબ સારી રીતે લખાઈ છે અને દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ.” તેમણે ઉમેર્યું કે ફિલ્મ જોઈને આંખો ભીની થઈ ગઈ.સ્ક્રીનિંગ બાદ આમિર ખાન એ કહ્યું કે, “ફિલ્મ જોઈને શશિ થરૂર ની આંખો હજુ પણ ભીની છે. કમાણી વિશે ભૂલી જાઓ, જો ફિલ્મ કોઈના દિલને સ્પર્શે તો એ જ સૌથી મોટી સફળતા છે.”
#WATCH | Delhi | On organising the screening for the movie ‘Sitaare Zameen Par’, Congress MP Shashi Tharoor says, “It is an emotional and heartwarming movie. It teaches a lot. All of Amir’s performances are great, so I expected nothing less. His acting was first-class in the… https://t.co/TRnaQTA1gz pic.twitter.com/n26VL0j1k6
— ANI (@ANI) June 27, 2025
‘સિતારે જમીન પર’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ માં શશિ થરૂર ઉપરાંત અનેક રાજદૂતોએ પણ હાજરી આપી હતી. લોકસભાના એક કર્મચારી પોતાની દિવ્યાંગ પુત્રી સાથે આવ્યા હતા. ફિલ્મ દરમિયાન પુત્રીના ચહેરા પરની ખુશી જોઈને આમિર ખાન ની આંખોમાં પણ આંસુ આવી ગયા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)