News Continuous Bureau | Mumbai
Shiv thakare Abdu rozik: શિવ ઠાકરે અને અબ્દુ રોઝીક સલમાન ખાન ના શો બિગ બોસ 16 માં મળ્યા હતા. આ શો દરમિયાન બંને વચ્ચે મિત્રતા વધી હતી જે શોમાંથી બહાર આવ્યા બાદ પણ કાયમ રહી. હવે આ બંને જીગરી યાર કાનૂની મુશ્કેલીમાં મુકાયા છે. વાસ્તવમાં ED એ બિગ બોસ 16 ના સ્પર્ધકો અબ્દુ રોઝીક અને શિવ ઠાકરેને સમન્સ મોકલ્યા છે. આ કેસ કથિત ડ્રગ કિંગપિન અલી અશગર શિરાઝીના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે.
શિવ ઠાકરે અને અબ્દુ રોઝીક ને મળ્યા ઇડી ના સમન્સ
ઇડી એ તાજેતરમાં ડ્રગ માફિયા અલી અસગર શિરાઝી સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં શિવ ઠાકરેની પૂછપરછ કરી હતી. EDએ અબ્દુ રોઝીક ને પણ હાજર થવા માટે બોલાવ્યા છે.એક ન્યુઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, અલી અસગર શિરાઝી હસ્ટલર્સ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ચલાવતો હતો. કંપનીએ નાર્કો-ફંડિંગ દ્વારા નાણાં કમાયા અને ઘણા જુદા જુદા સ્ટાર્ટ-અપ્સમાં નાણાંનું રોકાણ પણ કર્યું જેમાં શિવ ઠાકરે અને અબ્દુક રોઝિકના સ્ટાર્ટઅપ્સ પણ સામેલ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કંપની સ્ટાર્ટઅપ્સમાં નાર્કો-ફંડિંગ દ્વારા પૈસા કમાય છે.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા 3 માં થઇ એનિમલ ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી, કાર્તિક આર્યને તેની પોસ્ટ માં બતાવી ઝલક
મીડિયા રિપોર્ટ મુજબ થોડા સમય પહેલા અબ્દુ રોઝીકે તેની બર્ગર રેસ્ટોરન્ટ ‘બુર્ગીર’ શરૂ કરી હતી. જ્યારે શિવે હસ્ટલર્સ દ્વારા હસ્ટલર્સ હોસ્પિટાલિટી સાથે ભાગીદારીમાં ‘ઠાકરે ટી એન્ડ સ્નેક’ ની શરૂઆત કરી હતી. ડ્રગના વેપારમાં અલીની સંડોવણી વિશે જાણ્યા પછી શિવ અને અબ્દુ બંનેએ હસ્ટલર્સ સાથેની ભાગીદારીનો અંત લાવી દીધો હતો. EDને આપવામાં આવેલા શિવના નિવેદન અનુસાર, તે 2022-23માં હસ્ટલર્સ હોસ્પિટાલિટીના ડિરેક્ટર કુણાલ ઓઝાને કોઈના દ્વારા મળ્યો હતો.કુણાલે જ તેને ભાગીદારીની ઓફર કરી હતી. કરાર મુજબ, હસ્ટલર્સ હોસ્પિટાલિટીએ ઠાકરે ટી એન્ડ સ્નેક્સમાં ઘણાં નાણાંનું રોકાણ કર્યું છે.