News Continuous Bureau | Mumbai
ઓસ્કાર એવોર્ડ 2023માં ભારતીય ફિલ્મોએ ઈતિહાસ રચ્યો છે. ભારતે બે અલગ-અલગ કેટેગરીમાં ઓસ્કાર જીત્યો છે. SS રાજામૌલીની ફિલ્મ RRR એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીતીને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું હતું. ઉત્સવના વાતાવરણ વચ્ચે, ઓસ્કાર સમારોહમાંથી સામે આવેલ RRR ટીમનો વીડિયો જોયા બાદ ચાહકો નારાજ થઈ રહ્યા છે. શું છે આ વાયરલ વીડિયોમાં, ચાલો જાણીએ.
ઓસ્કારમાં છવાયું નાટુ-નાટુ
આ વિડિયો ઓસ્કાર એવોર્ડ સમારોહ દરમિયાન ની તે ક્ષણ ને કેપ્ચર કરી છે, જ્યારે સ્ટેજ પર બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નાટુ-નાટુ ની જીતની જાહેરાત કરવામાં આવી હતી. RRR ના નામની જાહેરાત થતાં જ આખી ટીમ આનંદથી ઝૂમી ઉઠી હતી .વીડિયોમાં એસએસ રાજામૌલી, તેમની પત્ની અને રામચરણની પત્ની ઉપાસના જોવા મળે છે. આ ઉજવણી વચ્ચે લોકોએ જોયું કે ડોલ્બી થિયેટરમાં છેલ્લી સીટ પર RRR ટીમ બેઠી હતી. RRRની ટીમને પાછળની સીટ પર બેઠેલી જોઈને ભારતીય દર્શકો ગુસ્સે થયા છે. યુઝર્સે તેને અપમાન ગણાવ્યું છે.
ચાહકો થયા ગુસ્સે
ફેને લખ્યું- આરઆરઆર ટીમ એક્ઝિટ પાસે બેઠી છે. બીજાએ લખ્યું- આ અપમાન છે, કેમ RRRની ટીમ પાછળ બેઠી છે. ગુસ્સે થયેલા ફેન્સે લખ્યું- જ્યારે તમે જાણો છો કે આ લોકો જીતવાના છે, તો તમે તેમને પાછળની સીટ પર કેવી રીતે બેસાડશો?અન્ય એેકે કહ્યું હતું, ‘લાસ્ટ બેંચ પર બેસનાર જ વિનર બને છે.’ જોકે રાજામૌલીનું નામ નોમિનેશનમાં નહોતું. તેમાં સંગીતકાર એમએમ કીરાવાણી અને ગીતકાર ચંદ્રબોઝના નામ સામેલ હતા. બંને સ્ટેજ પાસે બેઠા હતા. જેથી જ્યારે નામની જાહેરાત થાય ત્યારે તેઓ તુરંત સ્ટેજ પર પહોંચી શકે.