News Continuous Bureau | Mumbai
Suhana khan: સુહાના ખાન ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરવા જઈ રહી છે. સુહાના સાથે ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મ થી ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. હાલમાં ધ આર્ચીઝ ની ટીમ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. હાલમાં જ સુહાના ખાને પોતાના વિશે જણાવ્યું હતું કે તે બહુ વધારે વિચાર કરે છે.અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ જણાવ્યો હતો.
નાની નાની વાત ને લઇ ને ચિંતિત થઇ જાય છે સુહાના ખાન
એક મીડિયા વેબસાઈટ સાથેની વાતચીત દરમિયાન જ્યારે સુહાના ખાનને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાના મહત્વ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેના માટે શારીરિક તંદુરસ્તી કરતાં માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક કસરત કરવી વધુ મહત્વપૂર્ણ છે. સુહાના ખાને જણાવ્યું કે, ‘હું બહુ વિચારું છું. હું નાની નાની બાબતોમાં પણ ખૂબ ચિંતિત થઈ જાઉં છું. આવી સ્થિતિમાં, જ્યારે હું જીમમાં જાઉં છું અને એક કલાક વર્કઆઉટ કરું છું, ત્યારે બીજું કંઈ મહત્વનું નથી.’
આ સમાચાર પણ વાંચોઃ Suhana khan: ધ આર્ચીઝ ના પ્રમોશન દરમિયાન સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ની કેમેસ્ટ્રી એ જીત્યા લોકો ના દિલ, વિડીયો થયો વાયરલ
‘ધ આર્ચીઝ’ ફિલ્મ 7મી ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેનું નિર્દેશન ઝોયા અખ્તરે કર્યું છે.