Suhana khan: જનરલ નોલેજ માં ઝીરો નીકળી સુહાના ખાન, કેબીસી 15 માં પિતા શાહરુખ ખાન સાથે જોડાયેલ આ પ્રશ્ન નો ના આપી શકી સાચો જવાબ

Suhana khan: હાલમાંજ સુહાના ખાન તેની ફિલ્મ ધ આર્ચીઝ ની ટિમ સાથે કેબીસી ના મંચ પર પહોંચી હતી જ્યાં તેને તેના પિતા સાથે જોડાયેલો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેનો તે સાચો જવાબ નહોતી આપી શકી.

by Zalak Parikh
suhana khan father shahrukh khan padmashri question wrong answer on kbc 15

News Continuous Bureau | Mumbai

Suhana khan: શાહરુખ ખાન ની લાડકી દીકરી સુહાના ખાન એફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મ ધ આર્ચીઝ ની ટિમ કેબીસી 15 ના મંચ પર પહોંચી હતી.જેમાં સુહાના ખાન ઝોયા અખ્તર અને વેદાંગ સાથે હોટ સીટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચને શાહરુખ ખાન સાથે જોડાયેલ એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ સુહાના ખાને ખોટો આપ્યો આપ્યો હતો 

 

સુહાના ખાને આપ્યો ખોટો જવાબ 

તાજેતરમાં જ ફિલ્મ ધ આર્ચીઝ ની સ્ટારકાસ્ટ KBC 15 શોમાં પહોંચી હતી. આ દરમિયાન સુહાના ખાન, ઝોયા અખ્તર અને વેદાંગ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠા હતા આ દરમિયાન બિગ બી એ પ્રશ્ન પૂછ્યો કે, શાહરૂખ ખાનને હજુ સુધી આમાંથી કયું સન્માન મળ્યું નથી?’ વિકલ્પો હતા: a) પદ્મશ્રી, (b) લીજન ઓફ ઓનર, (c) L’Etoile d’Or અને (d) વોલપી કપ. સુહાનાએ જવાબ આપ્યો ‘પદ્મશ્રી.’  આ પ્રશ્નનો સાચો જવાબ હતો (D) વોલ્પી કપ. ખુદ બિગ બી પણ સુહાનાનો જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુહાનાના જવાબ પર તેના કોસ્ટાર વેદાંગ રૈનાએ પણ પૂછ્યું, ‘તમે તેને ખોટું કેવી રીતે કહી શકો?’ સુહાનાને ચીડવતા અમિતાભે કહ્યું, ‘દીકરીને ખબર નથી કે પિતાને શું મળ્યું છે.’ અમિતાભ બચ્ચને યાદ અપાવ્યું કે શાહરુખ ખાન ને વર્ષ 2005 માં પદ્મશ્રી મળ્યો હતો. 


સુહાના ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો શાહરુખ ખાન ની લાડકી દીકરી ને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
 

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી બાદ હવે આ અભિનેત્રી ના નામ ની ચાલી રહી છે ચર્ચા, જાણો તે એક્ટ્રેસ વિશે

Join Our WhatsApp Community

You may also like