News Continuous Bureau | Mumbai
Suhana khan: શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન મલ્ટી ટેલેન્ટેડ છે. સુહાના ખાન ધ આર્ચીઝ થી એક્ટિંગ માં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ઉપરાંત તે ગાયકી માં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. થોડા સમય પહેલા, સુહાના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને ખુલાસો કર્યો કે જ્યારે તેણે ધ આર્ચીઝનું ‘જબ તુમ ના થે’ ગીત ગાયું ત્યારે તે પ્રથમ વખત ગાયિકા બની હતી.
સુહાના ખાન બની ગાયિકા
સુહાના ખાને આ ગીતનો સ્ક્રીનશોટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે લખ્યું, “મેં મારું પહેલું ગીત ગાયું!! મારી સાથે આટલી ધીરજ રાખવા બદલ ઝોયા અખ્તર અને શંકર મહાદેવનનો આભાર, કૃપા કરીને પ્રેમથી સાંભળો.” આ ગીત ને ડોટ. (અદિતિ સહગલ), જાવેદ અખ્તર, શંકર-અહેસાન-લોય અને તેજસે પણ અવાજ આપ્યો છે.
View this post on Instagram
સુહાનાની આ પોસ્ટ પર અનન્યા પાંડે, ખુશી કપૂર અને નવ્યા નવેલી નંદાએ પણ કોમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ થી સુહાના ખાન ઉપરાંત ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા પણ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Animal advance booking: એનિમલ ના એડવાન્સ બુકિંગે મચાવી ધૂમ, રિલીઝ પહેલા જ વેચાઈ અધધ આટલી ટિકિટ, જાણો મુંબઈ અને દિલ્હી ના ટિકિટ ના ભાવ