Sunil grover: સુનીલ ગ્રોવર ને કપડાં ધોતા જોઈને અદા શર્મા પોતાની જાતને ન રોકી શકી, પૂછ્યો આ ફની સવાલ

Sunil grover: sunil grover video of washing clothes adah sharma react

Sunil grover: સુનીલ ગ્રોવર ને કપડાં ધોતા જોઈને અદા શર્મા પોતાની જાતને ન રોકી શકી, પૂછ્યો આ ફની સવાલ

News Continuous Bureau | Mumbai

Sunil grover:એક્ટર સુનીલ ગ્રોવર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર આવા વીડિયો શેર કરી રહ્યા છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ક્યારેક તે લારી પર ચા બનાવતો જોવા મળે છે, તો ક્યારેક તે રસ્તાના કિનારે બેસીને શાકભાજી વેચવા લાગે છે. જોકે સુનીલ ગ્રોવરના આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. સુનીલ ગ્રોવરની આ સ્ટાઈલ જોઈને માત્ર ફેન્સ જ નહીં, સેલેબ્સ પણ હસવાનું રોકી શકતા નથી. પરંતુ આ સમયે સુનીલ ગ્રોવર તેના એક વીડિયોને લઈને ચર્ચામાં છે, જેમાં તે રસ્તાની બાજુમાં બેસીને કપડાં ધોઈ રહ્યો છે.

 

અદા શર્મા એ પૂછ્યો ફની સવાલ 

વીડિયોમાં સુનીલ ગ્રોવર રસ્તાના કિનારે બેઠો છે અને તેના કપડા પર સાબુ લગાવી ને ધોકો મારતો જોવા મળે છે. સામે એક મહિલા છે, જે તેમને જોઈ રહી છે. વીડિયો ગામડાનો છે. આ જોઈને અદા શર્મા એ કમેન્ટ કરી કે, ‘સફેદી ની ચમક. કયો સાબુ?’ સાથે જ એક ચાહકે લખ્યું છે કે, ‘આજે દુગ્ગલ સાહેબ ધોબી બની ગયા છે.’ બીજા ચાહકે પૂછ્યું, ભાઈ આ કેવા દિવસો આવ્યા?  સુનીલ ગ્રોવરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. થોડા જ કલાકોમાં આ વીડિયોને 1.5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને હજારો કોમેન્ટ્સ આવી છે.

સુનિલ ગ્રોવર નું વર્ક ફ્રન્ટ 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુનીલ ગ્રોવર હવે ‘જવાન’ને લઈને ચર્ચામાં છે. શાહરૂખ ખાનની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, નયનતારા, સાન્યા મલ્હોત્રા અને વિજય સેતુપતિ પણ છે.

આ સમાચાર પણ વાંચો : Gadar 2 oscars: અનિલ શર્માએ કરી ‘ગદર 2’ ને ઓસ્કારમાં મોકલવાની તૈયારી, દિર્ગદર્શકે ખોલી ઈન્ડસ્ટ્રી ની પોલ

Exit mobile version