News Continuous Bureau | Mumbai
Sunny deol: આદિપુરુષ બાદ હવે નિતેશ તિવારી ની રામાયણ ને લઇ ને ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માટે રણબીર કપૂર ની પસંદગી કરવામાં આવી છે. જ્યારેકે માતા સીતા ના રોલ માં સાઉથ ની સુપરસ્ટાર અભિનેત્રી સાઈ પલ્લવી જોવા મળશે. પહેલા આ ભૂમિકા આલિયા ભટ્ટ ને ઓફર કરવામાં આવી હતી. સાઉથ સુપરસ્ટાર યશ રાવણ ના રોલ માં જોવા મળશે. હવે આ ફિલ્મની કાસ્ટને લઈને એક નવું અપડેટ આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકા ભજવશે. મીડિયા રિપોર્ટ અનુસાર,ફિલ્મ ની ટીમે ભગવાન હનુમાનની ભૂમિકા માટે સની દેઓલ નો સંપર્ક કર્યો છે.
ભગવાન હનુમાન માટે સની દેઓલ નો સંપર્ક
એક સૂત્રએ ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે ‘નિતેશ તિવારી અને તેમની ટીમના સભ્યો નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સની દેઓલ સાથે વાતચીત કરી રહ્યા છે. અભિનેતાએ કથિત રીતે નિતેશ તિવારીની રામાયણની પ્રસ્તુતિનો ભાગ બનવામાં રસ દર્શાવ્યો છે અને તે ભગવાન હનુમાનની ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત પણ છે.જો કે હજુ સુધી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નિર્માતાઓએ અત્યાર સુધી આ અંગે મૌન જાળવી રાખ્યું છે અને કલાકારોની વિગતો પણ ગુપ્ત રાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને સાઈ ફેબ્રુઆરી 2024 થી આ ફિલ્મ નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મને 2025માં મોટા પડદા પર રજૂ કરવાની યોજના છે.
આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પાન મસાલા ની જાહેરાત માં અક્ષય કુમાર ને જોયા બાદ અભિનેતા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો, ખિલાડી કુમારે સ્પષ્ટીકરણ આપતા કહી આ વાત
સની દેઓલ ની ગદર
11 ઓગસ્ટે રિલીઝ થયેલી સની દેઓલ ની ફિલ્મ ગદર 2 એ સિનેમા ઘરો માં ધૂમ મચાવી હતી આ ફિલ્મે પઠાણ નો પણ રેકોર્ડ તોડ્યો હતો. ગદર 2 ની સફળતા બાદ સાની દેઓલ ના સ્ટાર ચમક્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. સનીની સાથે અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, મનીષ વાધવા અને સિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં છે.