News Continuous Bureau | Mumbai
Sunny deol Border 2:આ દિવસોમાં સની દેઓલ તેની ફિલ્મ ગદર 2 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે.આ સિવાય ગદર 2 એ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ગદર 2 બીજા સ્થાને છે. હવે ચાહકો સની દેઓલ ની સુપરહિટ ફિલ્મ બોર્ડર ની સિક્વલ ની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બોર્ડર જ્યારે રીલિઝ થઈ ત્યારે તે સુપરહિટ ફિલ્મ હતી અને હવે તેનો બીજો ભાગ બોર્ડર 2 આવવાનો છે. પહેલેથી જ કહેવામાં આવી રહ્યું હતું કે જેપી દત્તા ની બોર્ડર 2 સની દેઓલ સાથે બની રહી છે. પરંતુ હવે આ ફિલ્મમાં અન્ય એક અભિનેતા પણ જોડાઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Salman khan dance video: ડાન્સ પરફોર્મન્સ દરમિયાન સલમાન ખાન ની હાલત જોઈ ફેન્સ થયા ચિંતિત, ભાઈજાન ને આપી આ સલાહ
સની દેઓલ ની બોર્ડર 2 માં થઇ આયુષ્માન ખુરાના ની એન્ટ્રી
મીડિયા રિપોર્ટ અનુસાર આયુષ્માન ખુરાના પણ સની દેઓલ ની સાથે બોર્ડર 2 માં જોવા મળશે.આ મામલે આયુષ્માન સાથે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ વાતચીત અંતિમ તબક્કામાં પહોંચશે. રિપોર્ટ્સ અનુસાર, સની સાથે આયુષ્માન લીડ રોલમાં હશે અને આ ફિલ્મને જેપી દત્તા સાથે મળીને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. બંનેનો ઉદ્દેશ્ય આ ફિલ્મને ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ બનાવવાનો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ હજુ સ્ક્રિપ્ટીંગ સ્ટેજમાં છે અને અન્ય કલાકારોની જરૂર પડશે અને તે ફાઇનલ થતાં જ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષના મધ્યમાં શરૂ થશે.