ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
ટીવી એક્ટ્રેસ સુરભી ચાંદના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એકતા કપૂરના અલૌકિક શો નાગીનની સિઝન 6 શરૂ થવાની છે. આ શોમાં સુરભી આદીનાગીનના રોલમાં જોવા મળશે. સુરભીએ નાગીનના અવતારમાં ફોટા શેર કર્યા છે.

સુરભી હવે નાગિન 6 માં જોવા મળશે. તે લાંબા સમય પછી કોઈ શોમાં જોવા મળશે. સુરભીએ ચાહકોને નાગિન 6 થી તેનો લુક બતાવ્યો છે. તેણે આદિ નાગીન ના અવતારમાં ફોટા શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

સુરભીએ રેડ કલરના આઉટફિટમાં ફોટા શેર કર્યા છે. આ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સુરભીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરો શેર કરતી વખતે સુરભીએ લખ્યું- આદિનાગીન કા વાર. નાગિન 6. બસંત પંચમી. સુરભીએ આ ફોટોશૂટ જંગલમાં કરાવ્યું છે. આ તસવીરોમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

શ્વેતા તિવારીની દીકરી બોલીવુડમાં કરવા જઈ રહી છે ડેબ્યૂ, આ અભિનેતા સાથે જોવા મળશે પલક! જાણો વિગત

તમને જણાવી દઈએ કે સુરભી લાંબા સમય પછી કોઈ શો કરવા જઈ રહી છે. સુરભીનો લુક જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે કારણ કે તે ફરી એકવાર તેની ફેવરિટ એક્ટ્રેસને ટીવી પર જોવા જઈ રહ્યા છે.

‘નાગિન 6’ ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ શો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો અદા ખાન ફરી એકવાર નાગિન સિરીઝમાં જોવા મળશે.