Site icon

રોહમન શાલ પહેલા સુષ્મિતા સેનનું આ સેલીબ્રીટીસ સાથે હતું અફેર, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

 

પીઢ અભિનેત્રી સુષ્મિતા સેન 19 નવેમ્બર 2021ના રોજ 46 વર્ષની થઈ ગઈ છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમનું નામ અનેક લોકો સાથે જોડાયેલું છે.

વિક્રમ ભટ્ટ

સુષ્મિતા સેનનું નામ પ્રખ્યાત દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સાથે ઘણું ઉછળ્યું હતું. બંને પહેલીવાર ફિલ્મ 'દસ્તક' દરમિયાન મળ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વિક્રમ ભટ્ટ અને અભિનેત્રી સુષ્મિતા વચ્ચે નિકટતા શરૂ થઈ હતી. તે સમયે સુષ્મિતા 21 વર્ષની હતી અને વિક્રમ ભટ્ટ 27 વર્ષનો હતો. તે સમયે વિક્રમ  પરિણીત હતો. જ્યારે આ અફેરના સમાચાર આવ્યા, ત્યારે આ સમાચારોએ વિક્રમની પત્ની અદિતિને સંપૂર્ણ રીતે ભાંગી ગઈ હતી. આ કારણે અદિતિએ વર્ષ 1998માં વિક્રમ ભટ્ટથી છૂટાછેડા લીધા હતા.

સંજય નારંગ

સુષ્મિતા સેનના અફેરની યાદીમાં બીજું નામ સંજય નારંગનું છે, જે હોટેલીયર છે. બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. બંનેની હાજરીએ અફેરની ચર્ચાઓને વધુ વેગ આપ્યો હતો. સુષ્મિતાએ આ વાત ખુલ્લેઆમ વ્યક્ત કરી પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

રણદીપ હુડ્ડા

સુષ્મિતા સેનનું નામ અભિનેતા રણદીપ હુડ્ડા સાથે પણ જોડાયું હતું. ફિલ્મ 'કર્મ એન્ડ હોળી' દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી. બંને ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં.

બંટી સચદેવ

તે બોલીવુડના જાણીતા સેલિબ્રિટી મેનેજર અને અભિનેતા સોહેલ ખાનના સાળા બંટી સચદેવને પણ ડેટ કરી ચૂકી છે. જ્યારે બંટી સચદેવ સુષ્મિતાના સેલિબ્રિટી મેનેજર હતા ત્યારે બંને એકબીજા ના પ્રેમ માં પડ્યા હતા. જોકે, બાદમાં સુષ્મિતાએ આ અહેવાલોને માત્ર અફવા ગણાવી હતી.

વસીમ અકરમ

સુષ્મિતાનું નામ પાકિસ્તાનના દિગ્ગજ બોલર વસીમ અકરમ સાથે ચર્ચામાં આવ્યું હતું. બંને એકસાથે ટીવી હોસ્ટ કરતા હતા અને અહીંથી મામલો વધી ગયો હતો. જોકે, એક વર્ષ સુધી સમાચારમાં રહ્યા બાદ તેમના અલગ થવાના સમાચાર આવ્યા હતા.

રોહમન શાલ

હાલમાં સુષ્મિતા સેનનું રોહમન શૉલ સાથે અફેર ચાલી રહ્યું છે. બંનેની મુલાકાત ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. રોહમન સુષ્મિતા કરતા 15 વર્ષ નાનો છે. અત્યારે સુષ્મિતા સેન તેની બંને દીકરીઓ અને બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે સુખી જીવન જીવી રહી છે.

Mouni Roy Restaurant Badmaash: મૌની રોયના રેસ્ટોરાં ‘બદમાશ’માં સામાન્ય માણસ નું નથી કામ! મેનુ અને ભાવ જાણી ઉડી જશે તમારા પણ હોશ
Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વીજ નો ફૂટ્યો ગુસ્સો, જય ભાનુશાલી સાથે અલગ થવા ને લઈને કહી આવી વાત
Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત
Ikkis Trailer Out:ઈક્કીસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અરુણ ખેત્રપાલ ની ભૂમિકા માં દમદાર જોવા મળ્યો અગસ્ત્ય નંદા
Exit mobile version