News Continuous Bureau | Mumbai
Swatantrya veer savarkar: ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ફિલ્મ 22 માર્ચે રિલીઝ થઇ રહી છે. જ્યારથી આ ફિલ્મ નું ટીઝર આવ્યું છે ત્યારથી લોકો આતુરતા થી આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં રણદીપ હુડા અને અંકિતા લોખંડે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ માં રણદીપ હુડા એ અભિનય અને દિગ્દર્શન પણ કર્યું છે. રણદીપ હુડા ની નિર્દેશક તરીકે ની આ પહેલી ફિલ્મ છે. અંકિતા લોખંડે એ ખુલાસો કર્યો છે કે શા માટે રણદીપ તેને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતો ન હતો.
આ સમાચાર પણ વાંચો : Ankita lokhande: સુશાંત વિશે વાત કરવા પર અંકિતા લોખંડે એ આપી પ્રતિક્રિયા, અભિનેતા ને લઈને કહી આવી વાત
સ્વાતંત્ર્યવીર સાવરકર માં અંકિતા ને કાસ્ટ કરવા નહોતો માંગતો રણદીપ
સ્વાતંત્ર્યવીર સાવરકર માં અંકિતા લોખંડે એ યમુનાબાઈ સાવરકર ની ભૂમિકા ભજવી છે.પરંતુ રણદીપ હુડા ફિલ્મ માં અંકિતા ને લેવા માંગતો નહતો તેનો ખુલાસો ખુદ અંકિતા એ કર્યો છે. એક મરાઠી ઇવેન્ટ માં આ વિશે જાનવતા અંકિતા એ કહ્યું, ‘રણદીપે મને કહ્યું હતું કે તેને નથી લાગતું કે હું તને ફિલ્મમાં કાસ્ટ કરવા ઈચ્છું છું. તો મેં પૂછ્યું કેમ? તો તેણે કહ્યું કે તું આ પાત્ર માટે વધુ સુંદર છે, તો મેં કહ્યું પ્લીઝ એવું ના બોલો.’ અંકિતાએ વધુમાં જણાવ્યું કે ‘રણદીપ યમુનાબાઈ સાવરકર વિશે બધું જ જાણતો હતો. તે એક સફળ પુરુષની પાછળ ઉભી રહેલી સફળ સ્ત્રી હતી.’