News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે આ શો માં લોકો ને જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે.આ શો માં બબીતા જી માત્ર જેઠાલાલ જ નહીં પણ ચાહકોના દિલની ધડકન છે. આ શોમાં અભિનેત્રી મુનમુન દત્તા બબીતા જીનું પાત્ર ભજવી રહી છે.મુનમુન એવા સ્ટાર્સમાંથી એક છે જે પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. એક્ટિંગની સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. મુનમુન તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ દરમિયાન તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસનો ડાન્સ જોઈને જેઠાલાલ નું દિલ પણ ધડકી ઉઠશે.
મુનમુન દત્તા નો ડાન્સ વિડીયો થયો વાયરલ
મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મુનમુન દત્તા ટ્રેન્ડિંગ ગીત ‘સબ ગજબ’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ સફેદ અને વાદળી રંગનો શોર્ટ વન પીસ ડ્રેસ પહેર્યો હતો. તેમજ તેનો ન્યૂનતમ મેકઅપ તેને વધુ સુંદર બનાવી રહ્યો છે.
View this post on Instagram
મુનમુન દત્તા ના વિડીયો પર યુઝર્સે કરી આવી કમેન્ટ
મુનમુન દત્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ચાહકો આ અંગે કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે અને જેઠાલાલનું નામ લઈને તેને ચિઢાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જેઠાલાલ જી સાથે પણ વીડિયો બનાવો.’ અન્ય એકે લખ્યું, ‘તમારો ડાન્સ જોઈને જેઠાલાલની ઊંઘ ઊડી જશે.’ મુનમુનના આ ડાન્સ વીડિયો પર આવી અનેક કોમેન્ટ્સ આવી રહી છે.